તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
રેકીનો નિઃશુલ્ક વર્કશોપ સંપન્ન

રાજકોટઃ રેકી ફર્સ્ટ ડીગ્રી વર્કશોપ યોજાય ગયો ગત રવિવારે શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રેકી ફર્સ્ટ ડીગ્રી વર્કશોપ સ્ટડી સેન્ટર પ્લેનેટીરીયલ બિલ્ડીંગ રેસકોર્ષ ખાતે યોજાય ગયો. જેમાં ભાઇઓ બહેનોઍ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. રેકીનું પ્રશીક્ષણ ગ્રાન્ડ માસ્ટર મહેન્દ્રભાઇ ઍ આપ્યુ હતું. આજની ભાગદોડ અને તનાવ ભરી જીંદગીમાં શારિરીક માનસીક રીતે સ્વસ્થ કેવી રીતે રહી શકાય તેવા રેકીના પ્રયોગો શીખવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઇ ઑઝાઍ જેહમત ઉઠાવી હતી.
આ રીતે રેકી શીખવા ઇચ્છુકોઍ સંપર્ક શ્રી મહેન્દ્રભાઇ મો. ૬૩૫૪૦ ૪૨૪૯૩ પર કરવા જણાવાયુ હતું.
(3:14 PM IST)










