News of Tuesday, 30th December 2025
હળવદ (સોનારકા) મુકામે બિરાજતા રાણપરા પરિવારના સતિમા-રામબા-રાધાબા-સવિતાબાનો રવિવારે વાર્ષિક પાટોત્સવ
હવન, ચુંદડી, શણગાર, રાસગરબા, કુવારીકા ભોજન, ધજાજી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટઃ હળવદ (સોનારકા) મુકામે બિરાજતા રાણપરા પરિવારના સતિમા-રામબા-રાઘાબા-સવિતાબાનો ૧૩ મો વાર્ષિક પાટોત્સવ રાણપરા મંત્ર જાપ પરિવાર રાજકોટ તથા સમસ્ત રાણપરા પરિવારના સાથ સહકારથી તા. ૪/૧/૨૦૨૬ ને રવિવારે રંગે ચંગે યોજાશે. જેમાં માતાજીનો હવન, શણગાર, અન્નકોટ, ધજાજી, મહાપ્રસાદ, કુંવારીકા ગોયણી જમણ વગેરે વિવિધ ઉત્સવો યોજાશે.
રાણપરા પરિવારના સોનારકાની પાળે (હળવદ) બિરાજતા સતિમાં શ્રી રામબા, શ્રી રાધાબા, શ્રી સવિતાબાનો વાર્ષિક ઉત્સવ અંતર્ગત તા.૪/૧/ર૨૦૨૬, રવિવારે હવન, ચુંદડી, શણગાર, અણકોટ, રાસ-ગરબા, કુંવારીકા ભોજન, ધજાજી, મહાપ્રસાદ તથા દાતાઓનું સ્વાગત જેવા કાર્યક્રમનું આયોજન કરેલ છે.
રાજકોટ થી હળવદ માટે બસની વ્યવસ્થા રાખેલ છે. ન્યોછાવર રૂા. ૩પ૦ રાખેલ છે. ટીકીટ માટે સંપર્ક બિપીનભાઇ રાણપરાઃ ૯૮૨૪૨ ૮૧૯૩૦, હિતેષભાઇ રાણપરાઃ ૯૮૨૪૪ ૧૩૧૫૭ બસ ઉપડવાનું સ્થળઃ પેલેસ રોડ, આશાપુરા મંદિર પાસે, રાજકોટ
આ ભગીરથ કાર્યમાં સંજય રાણપરા, સંદિપ રાણપરા,, જીજ્ઞેશ રાણપરા, હિતેશ રાણપરા,પિયુષ રાણપરા,બિપીન રાણપરા, પિયુષ રાણપરા,ચંદ્રેશ રાણપરા, જગદીશ રાણપરા, પરેશ રાણપરા, અજય માંડલીયા જોડાયા છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










