<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

દાયકા બાદ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ૫૧ શૈક્ષણીક અને ૧૨૨ વહીવટી અધિકારી- કર્મચારીની ભરતી થશે

તા. ૩ના કુલસચિવના ઇન્‍ટરવ્‍યુઃ વર્ષોથી ખાલી રહેલી જગ્‍યા ભરાશે

રાજકોટ તા.૩૦: દાયકા બાદ બી ગ્રેડની સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ૧૨૨ વહીવટી અધિકારી અને કર્મચારી તેમજ ૫૧ શૈક્ષણીક કર્મચારીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજય સરકારે મંજુરી આપી છે.

બાયોસાયન્‍સ, એજ્‍યુકેશન, ઇકોનોમિક્‍સ, હોમ સાયન્‍સ, જર્નાલિઝમ, લો, મેથેમેટિક્‍સ, સોશિયોલોજી, હ્યુમન રાઇટ્‍સ, ફાર્માસ્‍યુટિકલ સાયન્‍સ, ગુજરાતી, નૈનો સાયન્‍સ, MBA, બાયો ટેકનોલોજી, આંકડાશાષા અને MCA ભવનમાં પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. જ્‍યારે બાયો સાયન્‍સ, ઇકોનોમિક્‍સ, હોમ સાયન્‍સ, જર્નાલિઝમ, આંકડાશાષા, ફિઝિક્‍સ, મેથેમેટિક્‍સ, લાઇબ્રેરી સાયન્‍સ, મનોવિજ્ઞાન, તત્‍વજ્ઞાન, ઇલેક્‍ટ્રોનિકસ, ઇતિહાસ, કેમેસ્‍ટ્રી, બાયો ટેકનોલોજી અને MCA માં એસોસિયેટ પ્રોફેસરની ભરતી થશે.

યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૨૦ - ૨૧ માં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસરની ૧૨ અને એસોસિયેટ પ્રોફેસરની ૯ મળી ૨૧ જગ્‍યા પર ભરતી કરવામાં આવી હતી. જે બાદ કાર્યકારી કુલપતિના સમયગાળામાં કાયમી ભરતી થઈ શકી ન હતી. જોકે ચાલુ વર્ષે કાયમી કુલપતિ ઉત્‍પલ જોશીની ભરતી થતા ટીચીંગ અને નોન ટિચિંગની કાયમી જગ્‍યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પડી છે.

યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનોમાં પ્રોફેસરની ૨૦ અને એસોસિયેટ પ્રોફેસરની ૩૧ જગ્‍યા પર ભરતી માટેની જાહેરાત બહાર પડી છે. જેમાં ૫/યુનિવર્સિટીના કુલપતિના પર્સનલ સેક્રેટરી સહિત ૫૧ જગ્‍યા પર ફરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ સિવાય આસિસ્‍ટન્‍ટ કમ ક્‍લાર્ક કમ ડેટા એન્‍ટ્રી ઓપરેટરની ૨૬ સહિત ૭૧ જગ્‍યા પર ભરતી થવાની છે

(3:18 PM IST)