તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 30th December 2025
ગુરૂવારે ભીમા કોરેગાંવ વિજય દિવસ નિમિતે મહારેલી
પ૦૦ મહાર સૈનિકો દ્વારા ર૮ હજાર પેશવા સૈનિકોની હારનો તલાવારથી કલમ સુધીની ક્રાંતી દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ : ડો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી મહારેલીનો પ્રારંભ થશે, વિવિધ જાહેરમાર્ગો પર ફરી હોસ્પિટલ ચોક ખાતે સમાપનઃ સફેદ વષા અને બ્લુ કલરના સાફા સાથે લોકો જોડાશે

રાજકોટઃ આગામી તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ રાજકોટ શહેર/જિલ્લા અંતર્ગત ભીમા કોરેગાંવ જિય દિવસ મહોત્સવ સમિતિ દ્વારા ભીમા કોરેગાંવ વિજય દિવસ નિમિતે મહારેલીનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ મહારેલી/શોભાયાત્રામાં એસ.સી., એસ.ટી., ઓબીસી સમાજના કલાકારો, અગ્રણીઓ, રાજકીય બિનરાજકીય સંગઠનો, મંડળ, ભીમ સૈનિક જોડાનાર હોવાનું યાદીમા઼ જણાવાયું છે.
આ મહારેલીની વિગત આ મુજબ છે. ‘‘ મહારાષ્ટ્રના પુના શહેરની નજીક ભીમા નદીનાં તટવિસ્તારમાં આવેલ ભીમા કોરેગાંવમાં સને ૧૮૧૮ નાં જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે થયેલ વિશ્વનું એકમાત્ર યુધ્ધ કે જેમાં બહુજન સમાજની પુનઃઉન્નતીનો અને પુનઃનિર્માણનો પાયો નખાયો. જેમના ર૦૮ વર્ષની પૂર્ણાવૃતિના અનુસંધાને, આ મહાન ઐતિહાસિક દિવસ યાદગાર બની રહે તે ઉદ્દેશ્યથી તથા ઉજવણીના ભાગરૂપે તેમજ બહુજનોના ભવ્ય સંસ્કૃતિક વારસાથી લઇને પુનઃઉન્નતી તેમજ આજના સાંપ્રત સમયના અનુસંધાને ‘‘પ૦૦ મહાર સૈનિકો દ્વારા ર૮૦૦૦ પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમ કોરેગાંવ જંગ/ તલવારથી કલમ સુધીની ક્રાંતી'' ની જીતની ઐતિહાસિક ભવ્ય યાદગીરીની ઝલક જોવા માટે ભવ્ય મહારેલીનું આયોજન તા. ૧/૧/૨૦૨૬ને ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકે આંબેડકરનગર પ્રવેશ દ્વાર ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફૂલહાર કરીને, ડો. આંબેડકર સર્કલ ૧પ૦ ફૂટ રીંગ રોડથી, મવડી ચોકડીથી, નાનામવા સર્કલથી નાનામવા મેઇન રોડથી, ડો. આંબેડકર ચોક (રાજનગર) બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને કોટેચા ચોકથી કિસાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોકમાં બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને બહુમાળી ભવન રોડથી ક્રાંતિવીરી બીરસા મુંડા ચોકથી વાલ્મિકી ઋષિજીની પ્રતિમાને ફૂલહાર કરી હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવશે.
આ મહારેલી પગપાળા થવાની છે. છતા બહારગામથી બાઇક/ફોરવ્હીલ લઇને આવતા તમામ ભીમ સેનિકો કે યુવાનોએ ઘોંઘાટ કરવો નહી તેમજ ટ્રાફિકને પ્રશ્ન નડતરૂપ ન થવા સમસ્ત અનુસુચિત જાતિ સમાજ- રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.
આયોજનમાં ભરતભાઇ સાગઠીયા, જયમીનભાઇ પરમાર, કમલેશભાઇ ચૌહાણ, ડી.ડી. સોલંકી, રમેશ મુછડીયા, સંજય મકવાણા, સંકેત રાઠોડ, ગીરીશભાઇ પરમાર, તુષાર પારધી, જયસુખભાઇ સોલંકી, વિનોદભાઇ રાઠોડ, મોહનભાઇ રાઠોડ, મહેશભાઇ રાઠોડ, મુકેશભાઇ સારીખડા, જયેશભાઇ પરમાર, હાર્દિકભાઇ સોંદરવા, જીવરાજભાઇ વેગડા, દાનસિંગભાઇ ભજગોતર જોડાયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:19 PM IST)










