<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

જેક્‍શન કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીના ડાયરેક્‍ટર પદની ચૂંટણીમાં રેલ્‍વે મજદુર સંઘના ઉમેદવારનો પ્રથમ નંબર પર ભવ્‍ય વિજય

રાજકોટ તા.૨૯:  વેસ્‍ટર્ન રેલવેમાં જેસીસીએસના ડાયરેક્‍ટર પદ માટેની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં રાજકોટ વેસ્‍ટન રેલ્‍વે મજદૂર સંઘના ઉમેદવાર અભિષેક રંજન ૧૫૩૨ મત સાથે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં પ્રથમ સ્‍થાન  પર આવી વિજયી બન્‍યા હતા. તેમની આ જીતને વેસ્‍ટન રેલ્‍વે મજદુર સંઘના લડાયક પ્રેસિડેન્‍ટ હિરેન મહેતાની આગેવાનીમાં ડબલ્‍યુઆરએમએસ ઓફિસથી વિજય સરઘસ યોજી વધાવવામાં આવી હતી. સમગ્ર ડિવિઝનલ ઓફિસમાં ઢોલ નગારા સાથે ભવ્‍ય વિજયોત્‍સવ મનાવવામાં આવ્‍યો હતો જેમાં ઓખાથી લઈને વણી રોડ સુધી ના વિવિધ સ્‍ટેશનોના કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ ચૂંટણીમાં વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘના બીજા યુવા કર્મનિષ્ઠ ઉમેદવાર હરદેવસિંહ જાડેજા ૧૨૧૮ મત મેળવીને એક યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્‍યા હતા. વેસ્‍ટન રેલવે મજદુર સંઘના બંને ઉમેદવારોએ ખૂબ જ સારી લડત આપી હરીફ ઉમેદવારોને પાછળ રાખી દીધા હતા. અભિષેક રંજનનો પ્રથમ ક્રમે ભવ્‍ય વિજય થયો હતો.  આ ચૂંટણીમાં વેસ્‍ટન રેલવે મજદુર સંઘના સન્નીષ્ટ કાર્યકર્તાઓ વિવિધ શાખાઓના હોદ્દેદારો એ ખૂબ જ મહેનત કરી પ્રચાર કર્યો હતો અને આ જીત એ સમગ્ર વેસ્‍ટન રેલવે મજદુર સંઘના દરેક કર્મચારીની જીત છે એવું શ્રી હિરેન મહેતાએ પોતાના વક્‍તવ્‍ય માં જણાવી કહ્યું હતું કે સંગઠન મજબૂત રહેશે તો આગળ જતાં પણ આપણે કર્મચારીઓના હક અને હિત માટે આવી જ સફળતા મેળવતા રહીશું. આ પ્રસંગે અભિષેક રંજનને જીતવા બદલ અભિનંદન આપી અને હરદેવસિંહ જાડેજા ને ખૂબ સારા દેખાવ બદલ અભિનંદન કરેલ હતું રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી તરીકે શ્રીમતી અવની ઓઝાના નેતળત્‍વ હેઠળ આ પ્રથમ ચૂંટણીમાં ખૂબ જ સારા દેખાવ બદલ તેમને અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ હતા.

 આ પ્રસંગે શ્રીમતી અવની ઓઝા એ ઉપસ્‍થિત કર્મચારીગણને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે રાજકોટ ડિવિઝનમાં હિરેન મહેતાજીના નેજા હેઠળ વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ મજબૂત સંગઠન તરીકે ઉભરી આવ્‍યુ છે

(3:20 PM IST)