News of Tuesday, 30th December 2025
શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ જીવન જીવીએઃ તરવડા ગુરૂકુળમાં મહોત્સવનું સમાપન
મનુભાઇ પટોળિયા, ધીરૂભાઇ બાબરિયા, રાકેશ દુધાત, ધનશ્યામ કથીરિયા, નેવિલ ગજેરા, ડો. દોમડિયા વગેરેનું સન્માન અમરેલી પાસેના તરવડા ગુરૂકુલમાં રજત જયંતી મહોત્સવ પ્રસંગે સંતોએ આર્શીવાદ આપેલ તેમજ મહોત્સવના મુખ્ય યજમાનોનું સંતોના હસ્તે સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ૩૦: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ની શાખા તરવડા ગુરુકુલના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ અને ગુરુકુલના સ્થાપક શ્રી શાષાીજી મહારાજના ૧૨૫ માં જન્મ જયંતી નિમિત્તે તરવડા ગુરુકુલ ખાતે તા. ૨૪ થી ૨૮ દરમિયાન ભવ્ય ત્રિવેણી મહોત્સવ ઉજવવામાં આવ્યો.
મહોત્સવના મુખ્ય યજમાન મનુભાઈ પટોડીયા અને ડો. જીજ્ઞેશ દોમડિયા (યુએસએ), ધીરુભાઈ બાબરીયા (યુએસએ), રાકેશભાઈ દુધાત (સુરત), ઘનશ્યામભાઈ કથીરિયા (સુરત), નેવીલ ગજેરા અમેરિકા (અમેરિકા), ગૌતમભાઈ વઘાસિયા (અમદાવાદ ) વગેરે યજમાનોને સાફા પહેરાવી, સ્મળતિચિન્હ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. યજમાનોની પહેરામણીમાં સમગ્ર ભારતના પવિત્ર નદીઓના તીર્થ જળ અને શ્રીજી મહારાજની પ્રસાદીનું જળ તેમજ શાષાીજી મહારાજ અને કળષ્ણપ્રિય સ્વામી ના પ્રવચનની પેન ડ્રાઈવ મહંત સ્વામી શ્રી દેવ-સાદજી સ્વામિના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
સમાપન સમારોહમાં ગુરુવર્ય શ્રી દેવ કળષ્ણદાસજી સ્વામીએ સર્વે હરિભક્તો સદા નિરોગી રહે અને ભજન ભક્તિમાં લીન રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
મહંતસ્વામી શ્રી દેવ પ્રસાદદાસજી સ્વામી અને કળષ્ણપ્રિયદાસજી સ્વામીએ ત્રિવેણી મહોત્સવમાં જેમની સદલક્ષ્મી વપરાય છે તેવા ભાગ્યશાળી યજમાનો ને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે સમગ્ર મહોત્સવ દરમિયાન સેવામાં જોડાયેલા સ્વયંસેવકોને ખાસ આશીર્વાદ આપીને ફૂલડે વધાવ્યા હતા. સંતોએ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા ઉપદેશ આપ્યો હતો. તેમજ નૂતન વિમોચન થયેલ હરિપ્રસાદદાસ સ્વામીનું પુસ્તક ભેટમાં આપ્યું હતું.
રાત્રી સંસ્કળતિ કાર્યક્રમમાં શ્રી ધર્મજીવનદાસજી જીવન નળત્ય નાટિકા જોઈને પ્રેક્ષકો ભાવવિભોર બન્યા હતા અને આંખમાં આંસુઓ આવી ગયા હતા. સકીર્તન સરિતામાં પૂજ્ય અક્ષરપ્રિય સ્વામી, સુરત દ્વારા કીર્તન દ્વારા બધા પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.
અંતિમ રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ મન મૂકીને રાસનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર મહોત્સવ દરમિયાન ૫૧ કુંડી યજ્ઞ, પૌરાણિક કુટીરમાં ભક્તચિંતામણી પુરુશ્રચરણ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પૂજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી
(3:23 PM IST)










