<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રઘુવંશી મહિલા મંડળને ૩૩ વર્ષ પૂર્ણ : રવિવારે બાળકો માટે ઓપન રાજકોટ નિઃશુલ્‍ક વેશભુષા સ્‍પર્ધા

બહેનો દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ : બાળકોને ઇનામો અપાશે, નામ નોંધણી

રાજકોટ : રઘુવંશી મહિલા મંડળ સંસ્‍થાને ૩૩ વર્ષ પૂર્ણ થતા બહેનો માટે યોજાતા વર્ષ દરમ્‍યાન વૈવિદ્યાસભાર કાર્યક્રમો તેમજ તા. ૦૪.૦૧.ર૬ રવર્િીવારના બાળકો માટે વિવિધ વેશભૂષા સ્‍પર્ધાનું નિઃશુલ્‍ક આયોજન કરવામાં આવેલ છે. બાળકો સ્‍પર્ધામાં ભાગ લેવા માટે નામ નોંધાવી શકશે. તેમજ બહેનો દ્વારા તૈયાર કરાયેલ રાસ ગરબા અને ધાર્મિક કૃતિઓની રજુઆત કરવામાં આવશે. વર્ષ દરમ્‍યાન નજીવી ફી ના દરે વર્ષના ધાર્મિક, શૈક્ષણિક, પ્રદર્શન આત્‍મનિર્ભર, કુકીંગ, વાંચન સ્‍પર્ધા તેમજ તહેવારને અનુરૂપ કાર્યક્રમ યોજાતા હોવાનું યાદિમૉ જણાવાયું છે.

કાર્યક્રમની સ્‍થાપનાથી વીણાબેન પાંધી, ડો. દમયંતીબેન ગણાત્રા, ઇન્‍દુબેન શિંગાળા વિગેરેના સહકાર મળી રહેલ હોવાનું જણાવાયું છે.

વર્તમાન પ્રમુખ કુમારી જશુમતીબેન વસાણી (૯રર૭૬૧ર૩૩૩)ના માર્ગદર્શન હેઠળ મંત્રી ઇન્‍દિરાબેન નાગ્રેચા, કિરણબેન કોટક, અનિતાબેન પાંઉ, બીનાબેન ઉનડકટ, હેમા કુંડલીયા, ઇલાબેન મહેતા, નીતાબેન સોમૈયા, ધર્મિષ્‍ઠાબેન બદીયાણી, લક્ષ્મીબેન બી., હર્ષાબેન સાતા, ફાલ્‍ગુની કોટક, જયશ્રીબેન તન્ના, કુંદનબેન રાઠોડ, રીટોબન રાઠોડ, રીટાબેન તન્ના, ઉષાબેન સેજપાલ, હંસાબેન અનડકટ, દક્ષાબેન સોની જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમ તા. ૦૪.૦૧.ર૬ રવિવારે સાંજે ૪ કલાકે, રાષ્‍ટ્રીય શાળા, મધ્‍યસ્‍થ ખંડ, રાજકોટ ખાતે યોજાશે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:59 PM IST)