તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 31st December 2025
છોટુનગર ઝુપડપટ્ટીમાં નણંદ-ભાભી વખતે છોકરાઓ મામલે ધમાલઃ છરી-પાઇપ ઉડયા
ફઇ નીશા રાફુચા અને સામે પક્ષે ભત્રીજો રજની સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટી શેરી નં. ૬માં રહેતી નીશાબેન દશરથ રાફુચા (ઉ.વ.૨૫) પર તેની નણંદ આશાબેન, તેણીના બે દિકરા રજની અને ગોવિંદે પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે.
સામા પક્ષે રજની દશરથભાઇ દેવીપૂજક (ઉ.વ.૧૮) પણ પોતાન મામા દશરથભાઇએ છરીથી પગમાં ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
નીશાના કહેવા મુજબ તેની પાંચ વર્ષની દિકરી સાથે ભત્રીજો ગોવિંદ ઝઘડો કરતો હોઇ આ બાબતે નણંદ આશાબેનને કહેતાં ઝઘડો થયો હતો. બાદમાં સામ-સામે મારામારી થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:38 PM IST)










