તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 31st December 2025
સરદાર પટેલ બીજા ન બની શકે પણ પોતાના સંજોગો સામે લડવાની કળા કેળવી અને આપણે આપણા જીવનના સરદાર તો ચોકકસ બની શકાય
સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શબ્દાંજલી સભા :જો તમે સાચુ કહેવાની હિંમત મેળવશો તો જ તમે જીવનમાં આગળ વધી શકશોઃ જય વસાવડા

રાજકોટઃ સરદાર વલ્લભભાઇ પટેલની ૭૫મી પુણ્યતિથિ નિમિતે આ મહામાનવને શ્રધ્ધાંજલિ આપવા સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકભવન, રેષકોર્ષ રોડ, કિસાનપરા ચોક, ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ, રાજકોટ તરફથી યોજાએલ શબ્દાંજલિ સભામાં સુપ્રસિધ્ધ વકતા અને જાણીતા લેખક જય વસાવડાએ આપણા જીવનમાં ‘‘સરદાર બનવાની કળા વિષય ઉપર પ્રવચન આપેલ.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જયંતિભાઇ કાલરીયા, મંત્રી અલ્પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટીઓ ધીરૂભાઇ ધાબલિયા, કમલભાઇ ધામી, કૌશિકભાઇ મહેતા તથા સ્મિતાબેન ઝાલા અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆત શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિથી કરવામાં આવેલ ત્યારબાદ ગીતાબેન ચૌહાણએ પ્રાર્થના અને ભજનો દ્વારા ભાવાંજલિ આપેલ. વિદ્યાર્થીઓ માટે યોજાએલ વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને જય વસાવડા તથા અન્ય મહેમાનો દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવેલ. ઇનામ વિતરણનું સંચાલન તથા આભાર વિધિ કોમલ વૈષ્ણવે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ધરાબેન પરમાર તથા લાભુબેન એ જહેમત ઉઠાવેલ.
આજના યુગમાં આપણે આપણા જીવનમાં સરદાર કેમ બનવું તે ખૂબ જ સરસ શૈલીમાં સચોટ રીતે સમજાવ્યું સરદારના છે ગુણો છે એ આપણે અત્યારે આપણા જીવનમાં કઈ રીતે અપનાવી શકાય. આ વિશે ખૂબ જ સરસ રીતે જય વસાવડા એ છણાવટ કરી અને એમણે એવું ખાસ કહ્યું કે એક સામાન્ય ખેડૂતને બારડોલી ના સત્યાગ્રહ પછી કે જે એ ગામના પણ નહોતા તેમ છતાં ત્યાંના લોકોએ ત્યાંની જનતાએ એમને સરદારનું બિરુદ આપ્યું એટલે જ્યારે લોકો તમને પ્રસિદ્ધિ આપે તે હંમેશા કાયમી રહે છે.
ખાસ એવું કહ્યું કે માત્ર આપણે સરદાર ને વંદના કરીએ કે સ્મરણ કરીએ એ ન ચાલે તો નવા સરદાર ન બને એટલે આપણે આપણા જીવનમાં સરદારના ગુણો કેળવી અને સરદાર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ બીજા ન બની શકે પણ પોતાના સંજોગો સામે લડવાની કળા કેળવી અને આપણે આપણા જીવનના સરદાર તો ચોક્કસ બની શકાય.
એમનેસરદારના પહેલા ગુણ વિશેની વાત કરી લ્લષ્ટિ કોણ તમારું વિઝન દુરંદેશી હોવું જોઈએ. એમનું વિઝન ક્લિયર હતું કે મારે અંગ્રેજી ભાષા શીખવી છે અને બેરિસ્ટર બનવું છે કારણ કે જે ભાષા રાજ કરે છે એ સમજવું જરૂરી છે તો જ અન્યાય સામે લડી શકાય . જેમ ઊંચાઈ ઉપર જાવ તેમ તમારી દ્રષ્ટિનો વ્યાપ વધે.
બીજો ગુણ છે હિમત તમારામાં સાચું કહેવાની ચોક્કસ હિમત હોવી જોઈએ જો હિમત કેળવશો તો તમે આગળ વધી શકશો સરદાર સાહેબે એક અંગ્રેજ અધિકારીની પણ કહી દીધેલું કે મારે મેજિસ્ટ્રેટ નથી થવું તો મારે તમારા ગુલામ થઈને રહેવું પડે મારે વકીલ થવું છે જેથી કરીને હું અન્યાય સામે લડી શકું. આવી હિમત હોવી જોઈએ. પોતાની વાત ને મક્કમ રીતે કહ્યું કે હિમત છે મારા મારી કરીને નહીં કારણ કે એ દાદાગીરી છે હિમત નહીં.
નાનકડું ઉદાહરણ પણ સરસ આપ્યું કે સરદાર અન્યાય કોઈનો સહન ન કરતા રોજ એક શિક્ષક એને ટપલી મારતા તો એક દિવસ સરદારે ખાદીની ટોપીની અંદર ટાંચણી ભરાવી દીધી એટલે જેવું શિક્ષકે ટપલી મારી એવી ટાંચણી શિક્ષકને વાગી શિક્ષકે કહ્યું આવું કોઈ દિવસ કરાય ત્યારે સરદાર એ કહી દીધું એક તો રોજ આવી રીતે વગર વાકે ટપલી મરાય?
એટલે શિક્ષકને પણ આવું સાચું કહેવાનું હિમત હતી. બીજું સંસ્કૃત ભાષા ખૂબ સારી અને સાચી છે પણ જે ભાષામાં બિલ ન બને જે ભાષા પૈસાના કમાઈ શકે એવું થાય એટલે મારે અંગ્રેજી શીખવું છે કે જે ભાષાનો અત્યારે ચલણ છે. આવી વાત પણ સ્પષ્ટપણે કહેતા.
ત્રીજા ગુણની પણ એમને ખુબ સરસ વાત કરી સ્પષ્ટ વક્તા સ્પષ્ટ વક્તાની સાથે સાથે ઉસ્તાદગીરી પણ હોવી જોઈએ એવું ફિલ્મનું એક ઉદાહરણ આપીને વાત કરી કે જિસ ભાષા મેં સવાલ પૂછાય જાય પૂછી જોવાનું ને જવાબ દેના ચાહિયે.
આ વાત પણ ખુબ સરસ સમજવા જેવી છે એવું જય ભાઈ તેમના પ્રવચનમાં કહ્યું સાથે સાથે નૈતિક ઈમાનદારી એમણે રજવાડાઓની એક કરવા માટે દેશ માટે કદાચ કોઈને નુકસાન કર્યા વગર ખોટું કર્યું હશે પણ તેમણે કહ્યું કે એવું મારા પરિવાર માટે ક્યારેય નહીં કરું તો હું ઈમાનદાર ન ગણાવુ એટલે ન્યાય નીતિ અને નિયમ એ બધું સમાજ માટે જ કરવું જોઈએ. ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું કે પ્રેક્ટીકાલીટી એટલે કે વ્યવહારવાદી પણ હોવા જોઈએ તમારે વૈચારિક ભેદ ભલે હોય પણએ વૈચારિક બેજને તમારા વ્યવહાર પણ ન લાવવો જોઈએ એટલે સરદારે દેશને આગળ લાવવા માટે અને બંધારણ માટે બધા જને સાથે રાખીને કામ કર્યું છે. તો આપણે પણ આપણા જીવનમાં જો આ જ બધી ગુણો કેળવીએ તો આપણે પણ સરદાર વલ્લભભાઈ પટેલ ન બની શકે તો કંઈ નહીં પણ આપણા જીવનના આપણા સંજોગોના સરદાર ચોક્કસ બની શકાય.
(2:38 PM IST)










