<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

‘ડ્રીમ્‍સ કમ ટ્રુ' નામના ગ્રુપમાં આવેલી જાહેરાતના નંબર પર ફોન કર્યો ને યુવા તબિબે ગુમાવ્‍યા રૂા. અડધો કરોડ

અટલ સરોવર સામે સનરાઇઝ પાર્કમાં રહેતાં ડો. ચિન્‍મય ત્રિવેદી સહિતે ‘ઓસ્‍ટ્રેલીયા મેડીકલ કાઉન્‍સીલ-એએમસી'ની પરિક્ષા પાસ કરી રોયલ એડીલેડ હોસ્‍પિટલમાં મેડીકલ રીસર્ચ આસીસ્‍ટન્‍ટ તરીકે જોડાવા તૈયારી કરી પણ સપનું ચૂર-ચૂર થઇ ગયું : ઓસ્‍ટ્રેલીયામાં નોકરી મેળવવાના પ્રયાસમાં ડો. જોશુઆ નામના વ્‍યક્‍તિનો સંપર્ક કર્યોઃ તેણે અલગ અલગ પ્રોસેસના નામે એજન્‍ટ મારફત નાણા ખંખેરી લીધા : શંકા જતાં રોયલ એડીલેડ હોસ્‍પિટલનો સંપર્ક કરવતાં ઠગાઇની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ શરૂ કરી

 

રાજકોટ તા. ૩૧: ઓસ્‍ટ્રેલિયાની હોસ્‍પિટલમાં નોકરી અપાવી દેવાના નામે રાજકોટ શહેરના યુવા તબીબ સાથે રૂ.૫૦,૭૫,૦૦૦ની ઓનલાઇન ઠગાઇ થતાં ચકચાર જાગી છે.  યુવા તબીબોએ ઓસ્‍ટ્રેલીયા મેડીકલ કાઉન્‍સીલ (એએમસી)ની પરિક્ષા પાસ કર્યા બાદ પાસ થયેલા આ બધા વિદ્યાર્થીઓએ ‘એએમસી-ઓસ્‍ટ્રેલીયા મેડીકલ કાઉન્‍સીલ-૨૦૨૫-ડ્રીમ કમ ટ્રુ' નામનું વ્‍હોટ્‍સએપ ગ્રુપ બનાવ્‍યું હતું. આ ગ્રુપમાં એક મોબાઇલ નંબર સાથે એડવર્ટાઇઝમેન્‍ટ આવી હતી, જેમાં અલગ અલગ પોસ્‍ટ માટેની વેકેન્‍સી માટે એપ્‍લાય કરવા અને તેમાં આપેલ ડો. જોશુઆનાો મોબાઇલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું. તબિબે આ નંબર પર કોન્‍ટેક્‍ટ કર્યો હતો અને ઠગાઇનો ભોગ બની ગયા હતાં.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવરની સામે સનરાઇઝ પાર્ક-૧૨૦૧માં રહેતાં ડો. ચિન્‍મય પ્રકાશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અલગ અલગ મોબાઇલ ફોન નંબરના ધારકો, તથા એક ઇમેઇલ આઇડીના ધારક અને બેંક એકાઉન્‍ટ ધારક વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઠગાઇનો ભોગ બનેલા ડો. ચિન્‍મય ત્રિવેદીએ જણાવ્‍યું છે કે તેણે ગાંધીનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્‍યાસ કરેલ છે. હાલ ઘર બેઠા AMC BY DR.GUPTA નામથી ઓનલાઇન એએમસી પરીક્ષાના કલાસીસ કરાવે છે.

તેઓને આગળ નોકરી મારે ઓસ્‍ટ્રેલીયા ખાતેની રોયલ એડીલેડ હોસ્‍પિટલમાં મેડીકલ રિસર્ચ આસીસ્‍ટંટ માટે જવાનુ હોવાથી ત્‍યાંની મેડિકલ કાઉન્‍સિલ નામની પરીક્ષા આપેલ. ત્‍યારબાદ તે પરીક્ષામાં પાસ થયેલ અને તે બધા વિદ્યાર્થીનું એક ‘એએમસી ઓસ્‍ટ્રેલિયા-૨૦૨૫ ડ્રિમ કમ ટ્રુ' નામનુ વ્‍હોટ્‍સઅપ ગ્રુપ બનાવવા આવ્‍યુ હતુ. ત્‍યારબાદ આ ગ્રુપમા ઓક્‍ટોમ્‍બર રોયલ એડીલડ હોસ્‍પિટલમાં જોબ માટે એક એડવર્ટાઈઝમેન્‍ટ આવેલ. જે એડવર્ટાઇઝમેન્‍ટ મોબાઇલ નંબર +૨૩૭૬૫૩૩૬૦૧૩૩  દ્વારા ગ્રુપમાં મુકવામા આવ્‍યો હતો.

 જે મેસેજમા અલગ પોસ્‍ટ માટેની વેકેન્‍સી હતી અને જે વ્‍યકતીને તેમા એપ્‍લાય કરવું હોય તો તે એડવર્ટાઇઝમેન્‍ટમાં આપેલ ડો. જોસુઆનો કોન્‍ટેક કરવાનુ કહેલ હતુ. જેથી તેને મે આપેલ મો. નંબર પર કોન્‍ટેક કરેલ અને તે હોસ્‍પીટલ વિશે બધી માહીતી આપવામાં આવી હતી. ત્‍યારબાદ તેઓએ જણાવેલ મુજબ સી.વી., ડીગ્રી સર્ટીફીકેટ, ઇન્‍ટર્નશીપ સર્ટીફીકેટ, ત્‍ચ્‍ન્‍વ્‍લ્‍ સર્ટીફીકેટ, પાસપોર્ટ પોલીસ સર્ટીફીકેટ જેવા તમામ ડોકયુમેટ મોક્‍લેલ ત્‍યારે ડોકયુમેંટલ ફી તરીકે ૨૧૦૦ ઓસ્‍ટ્રેલીયન ડોલર અંદાજે રૂ. ૧.૨૦ લાખ તેમને આપેલ એકાઉન્‍ટ નંબર પર ટ્રાન્‍સફર કરેલ હતાં.

આ પછી ત્‍યાંથી ઓફર લેટર મોકલાયો હતો. જેમા જોબ વિષેની માહીતી આપેલ હતી. જેમાં જોબ નેમ, સેલેરી, જોબ સ્‍ટાર્ટ ડેટ, ફી વગેરે જેવી બાબતોનો સમાવેશ થયેલ હતો. તેમજ ઓફર લેટરમાં જણાવેલ મુજબ ની તમામ ફી તમારે અત્‍યારે ચુકવવી પડશે જેથી તેમા દર્શાવેલ તમામ -કારની ફી પેટે કુલ ૨૮,૪૦૦ ઓસ્‍ટ્રેલીયન ડોલર અંદાજે રૂ. ૧૬.૫૦ લાખતેઓએ આપેલ અલગ અલગ બેંક એકાઉન્‍ટમાં ટ્રાંસફર કરેલ, ત્‍યારબાદ તે હોસ્‍પિટલના  ઈ-મેઈલ આઈડીમાથી એક મેઇલ આવ્‍યો હતો. જેમા તેઓએ જણાવેલ કે  તમારી નોકરીની સીટ કન્‍ફર્મ થઈ ગયેલ છે. તેમાં એવુ પણ જણાવાયું હતું કે પ્‍લાનિંગ બફર અને એપ્‍લિકેશન માટે કુલ ઓસ્‍ટ્રેલીયન ડોલર ૧૨,૮૭૯ અંદાજે રૂ. ૭.૫૦ લાખ પે કરવા પડશે.

આથી આ રકમ પણ ડો. ચિન્‍મય ત્રિવેદીએ  ટ્રાન્‍સફર કરી હતી. આ સાથે સાથે ડો. ચિરાગ ત્‍યાંના ડો. જોસુઆ અને ડો. એસધર સાથે વાતચીત પણ કરતાં હતાં. ડો. જોસુઆએ ઓસ્‍ટ્રેલીયાના વીઝા માટે ત્‍યાંના એક વીઝા એજન્‍ટ ડેનિયલના મોબાઈલ નંબર આપી કહેલ કે, તમે તેઓની જોડે વાત કરજો જે તમારા વીઝા બનાવવામા મદદરૂપ થશે, ત્‍યારબાદ તે વીઝા એજન્‍ટનો કોન્‍ટેક કરેલ તો જણાવેલ કે સોૈ પ્રથમ તમારે ઓસ્‍ટ્રેલીયાની કોઈ પણ બેંકમાં ખાતુ ખોલાવવું પડશે. જેથી ત્‍યાં રહેલ તબીબના ડોકયુમેન્‍ટ પરથી ત્‍યાની બેંકમાં એકાઉંટ ખોલાવ્‍યું હતું.

આ ઉપરાંત જણાવાયું હતું કે વીઝા માટે બેંક વેરીફીકેશન માટે તમારે આ એકાઉન્‍ટમા મીનીમમ બેલેંસ રાખવુ પડે જેથી તે એકાઉન્‍ટમા કુલ ૪૧,૦૦૦ ઓસ્‍ટ્રેલીયન ડોલર અંદાજે રૂ. ૨૪ લાખ રાખવાના થશે તેમ વાત કરતાં તે રકમ તેના એકાઉન્‍ટોમાં ટ્રાન્‍સફર કરેલ હતી. ત્‍યારબાદ તેઓએ તે બેંકની મોબાઈલ એપમાંથી તબીબના એકાઉન્‍ટમાં રહેલ બેલેન્‍સનો સ્‍ક્રીનશોર્ટ મોકલેલ અને જણાવેલ કે તમે આપેલ બધી રકમ તેમા જમા કરાવી દીધેલ છે. ત્‍યારબાદ તબીબે બેંક એકાઉન્‍ટની માહીતી લેવા તે બેંકના મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ દ્વારા કોન્‍ટેક્‍ટ કરતા તેઓએ જણાવેલ કે તમારા નામનુ કે આપેલ એકાઉંટ નંબરથી અહીં કોઈ એકાઉન્‍ટ ઓપન થયેલ નથી.

 ત્‍યારબાદ રોયલ એડીલેડ હોસ્‍પિટલનો કોન્‍ટેક્‍ટ કરેલ અને તેઓએ પણ જણાવેલ કે તે એજન્‍ટ ફ્રોડ છે. જેથી અજાણ્‍યા શખ્‍સોએ ઓસ્‍ટ્રેલિયાની હોસ્‍પિટલમાં નોકરીમાં લગાવવાના નામે કુલ રૂ.૫૦.૭૫ લાખનું ફ્રોડ આચરી રૂપીયા પડાવી લેતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે દાખલ કરી સાયબર ક્રાઇમ પીઆઇ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૭)

(2:40 PM IST)