<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કોઠારીયા સોલવન્‍ટ પાસે મામલતદારનું ઓપરેશન ર કરોડની જમીન ખુલ્લી : કારખાનાનો શેડ તોડી પડાયો

દબાણના નાયબ મામલતદાર ભૂમી લાવડીયા, પોલીસ-વીજ તંત્રની ટીમ દ્વારા કાર્યવાહી

 

રાજકોટ, તા. ૩૧ : તાલુકા મામલતાદર શ્રી મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા મામતલદારની ટીમે દ્વારા આજે કોઠારીયામાં આવેલ સોલવન્‍ટ વિસ્‍તારમાં ત્રાટકી હતી અને યુએલસીની ફાજલ અંદાજે બે કરોડની કિંમતની અઢીસો ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

અધીકારી સુત્રોના જણાવ્‍યા મુજબ  આ જમીન ઉપર કોઇ રમેશ સાવલિયા નામના શખ્‍સે દબાણ કરી લઇ કારખાનાનો આખો શેડ ઉભો કરી દીધો હતો. તાલુકા મામલતદારની સુચના બાદ નાયબ મામલતદાર દબાણ શ્રી ભૂમિ લાવડીયા, નાયબ મામલતદારશ્રી જોશી અને તલાટી મંત્રીશ્રી કલ્‍પના ગોર, પોલીસની ટીમ, વીજ ટીમો ત્રાટકી હતી, અને ગેરકાયદેસર ઉભું કરાયેલ કારખાનાના શેડ ઉપર બુલડોઝર ફેરવી દેવામા઼ આવ્‍યું હતું. આ જમીનની કિંમત અંદાજે બે કરોડ થતી હોવાનું તાલુકા મામલતદાર સુત્રોએ જણાવ્‍યું હતું, આ ઓપરેશન અંગે તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

(2:39 PM IST)