<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

પાંચાભાઇ સોરઠીયાની ૧૯મી પુણ્‍યતિથિ નિમિતે શુક્રવારે મહા રકતદાન કેમ્‍પઃ બહેનો માટે સર્વરોગ નિદાન કેમ્‍પ

એક હજારથી વધુ રકતની બોટલ એકત્ર થશેઃ બહેનોને નિઃશુલ્‍કસ્ત્રી રોગ, હાડકાની ઘનતા માપી અપાશે

રાજકોટઃ સ્‍વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયા મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની ૧૯ મી પુણ્‍યતિથિ નિમિતે તા. ર/૧/ર૦ર૬ શુક્રવારના રોજ સોરઠીયા પરિવારની વાડી- મવડી બાયપાસ રોડ, મવડી ગામ ખાતે સવારે ૮ વાગ્‍યાથી મહારકતદાન કેમ્‍પનું આયોજન શૈલેષ ફોર્જ પ્રા.લી.રાજકોટ તથા સોરઠીયા પરિવાર તરફથી કરવામાં આવેલ છે. આ રકતદાન કેમ્‍પમાં એકત્ર થયેલ તમામ રકત થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો ડાયાલિસિસ માટેના દર્દીઓ તેમજ ઇમરજન્‍સી માટે આવતા દર્દીઓ માટે વાપરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ, નાથાણી બ્‍લડ બેંક અને રેડક્રોસ બ્‍લડ બેંકના સહયોગથી આયોજીત આ રકતદાન કેમ્‍પમાં એક હજારથી વધુ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ હોવાનું આગેવાનોએ જણાવ્‍યું હતું

આ રકતદાન કેમ્‍પની સાથે સ્‍વ. ભાસ્‍કરભાઇ ભુપતભાઇ ઠાકરની પુણ્‍યતિથિ નિમિતે ડો. દર્શનાબેન પંડયા તથા આશુતોષ મેટરનીટી અને સર્જીકલ હોસ્‍પિટલના સહકારથી મહિલા માટે નિઃશુલ્‍કસ્ત્રીરોગ, હાડકાની ઘનતા, હિમોગ્‍લોબિન તથા સુગર માપવાના કેમ્‍પનું  પણ આયોજન કરવામાં આવેલ છે. જરૂરિયાતવાળા બહેનોને દવા પણ વિના મૂલ્‍યે આપવામાં આવશે.

તસ્‍વીરમાં જયેશભાઇ સોરઠીયા, સંદિપભાઇ સોરઠીયા, ભરતભાઇ હજારે, રાજુભાઇ અકબરી, કે.ડી. નાથાણી નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:54 PM IST)