<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સાયબરફ્રોડનો ભોગ બનનારા ૭૧ અરજદારોને રૂા.૪૫.૯૨ લાખની રોકડ અને મોબાઇલ પરત અપાવ્‍યા

એ-ડીવીઝન પોલીસમથકના પી.આઇ. બી.વી. બોરીસાગર તથા એ.એન.ઝાલા તથા ટીમની કામગીરી

રાજકોટ, તા. ૩૧: તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા, દાગીના તથા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટેની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. ત્‍યારે એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એમ. ઝાલા સહિતના સ્‍ટાફે સાયબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦ પર આવેલી ફરિયાદોની ટેકનીકલ એનાલીસીસ કરી સાયબર ફ્રોડનો ભોગ બનનારા ૪પ અરજદારોને રૂા. ૧ર,૭પ,ર૩૮/- ૧પ અરજદારોના ગુમ થયેલા રૂા. ૩,૧૧,૯૮પ ની કિંમતના મોબાઇલ ફોન તથા ૧૧ અરજદારોએ રૂા. ૩૦,૦પ,૦૦૦ ની કિંમતનો મુદામાલ મળી કુલ ૭૧ અરજદારોને રૂા. ૪પ,૯ર,રર૩ ની માલમતા પરત અપાવી હતી.

આ કામગીરી પી.આઇ. બીવી બોરીસાગર તથા પીએસઆઇ એ.એમ. ઝાલા, હે.કોન્‍સ. જયેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ જયવીરસિંહ, સંતોષભાઇ બારડ, જીતુબેન ભગવાનજીભાઇ, રૂતિકાબેન રૂડાણી, આઇ.ટી. એક્ષપોર્ટ ઇરફાનભાઇ અંસારી દ્વારા કરવામાં આવી હતી.

(3:55 PM IST)