News of Wednesday, 31st December 2025
‘તેરા તુજકો અર્પણ' : સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા અને ગયેલા ૧૯ મોબાઇલ શોધી અરજદારોને પરત કર્યા
માલવીયાનગર પોલીસના પી.આઇ. જે.આર.દેસાઇ અને પીએસઆઇ એમ.જે.ધાંધલ તથા ટીમની કામગીરી

રાજકોટ, તા. ૩૧ : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારમાં સાયબર ફ્રોડમાં નાણા ગુમાવનારા લોકોને મોબાઇલ તથા અરજદારોના ગુમ થયેલા લોકોને પરત અપાવવા માટે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકમાં પીઆઇ જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમને લગતી ઓનલાઇન અરજીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ૩ર અરજદારોને રૂા. પ.૭૩ લાખ અને ૧૯ અરજદારોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી પરત આપવામાં આવ્યા હતા. આ કામગીરી પીએસઆઇ એમ.જે. ધાંધલ, હેડ કોન્સ. કિશોરસિંહ પ્રવીણસિંહ, લોકરક્ષક જયભાઇ રસીકભાઇ, લોકરક્ષક રણજીતસિંહ રમેશભાઇ, લોકરક્ષક દિવ્યાબેન દિનેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:06 PM IST)










