તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 31st December 2025
મનપાની વેરા શાખાની લાલ આંખવકીલો-ડોકટરો-સીએ સહિતના ૬૭ હજારને પ્રોફેશનલ ટેકસ ભરવા નોટીસ
દર શુક્રવારે વોર્ડવાઇઝ ઝુંબેશ : નવા વ્યવસાયકારો પાસે સ્થળ ઉપર જ એસએસમેન્ટ કરાશે

રાજકોટ તા.૩૧: રાજ્ય સરકાર દ્વારા દરેક મ્યુનિ. કોર્પોરેશનને વ્યવસાયની કામગીરી સોંપવામાં આવી છે. જે પૈકી મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લક્ષ્યાંક પૂર્ણ કરવા નવા એસએસમેન્ટ અને બાકી દારોને નોટિસ ફટકારવામાં આવે છે. છતા મોટાભાગના વ્યવસાયકારો જરૂરત હોય ત્યારે ટેકસ ભરતા હોય તંત્રના કરોડો રૂપિયા ટેકસ પેટે અટવાયેલા છે. ત્યારે ડોકટરો, વકીલો, સી.એ. સહિતના ૬૭ હજાર વ્યવસાય ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે મનપાના વેરાના સુત્રોમાંથી મળતી વિગત વિગત મુજબ કોઇ પણ ધંધો કરનારે વ્યવસાયવેરો ભરવો ફરજિયાત છે. રાજ્ય સરકારેપ્રોફેશનલ ટેકસનો નિયમ ૨૦૦૬માં લાગુ કરેલ જેના અમુક વર્ષો સુધી લોકોને વ્યવસાયવેરાની ખબર જ ન હતી પરંતુ મનપાના બજેટમાં અપાતા વ્યવસાયવેરાના વાર્ષિક લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તંત્રએ ના છૂટકે ઝૂંબેશ શરૂ કરી હતી. એસએસમેન્ટ થઇ ગયુ હોય અને એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા ચાલુ વર્ષના ૬૭૦૦૦ એકમોને નોટિસ ફટકારાવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ પ્રોફેશનલ ટેકસ ન ભરનારની મિલકત સીલ કે અન્ય કોઇ જાતની કડકાઇ થઇ શકતી નથી.
હાલ પુરતુ વોર્ડ વાઇઝ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમા પ્રથમ વેસ્ટઝોન વિસ્તારના બાકીદારોને દર શુક્રવારે સાંભળવામાં આવે છે અને સુનવણી પણ સ્થળ ઉપર કરવામાં આવે છે અને નવા વ્યવસાયકારો પાસે સ્થળ ઉપર જ એસએસમેન્ટ કરાવવામાં આવે છે. જેના લીધે ટેકસની નવા અરજદારની તમામ વિગત પ્રોફેશનલ ટેકસ વિભાગમાં એડ થઇ જાય છે. ત્યારબાદ દર વર્ષે નવા અરજદારને બિલની બજવણી કરવામાં આવે છે. છતાં રાજકોટ શહેરમાં ૭૦૦૦૦થી વધુ વ્યવસાયકારોએ એસએસમેન્ટ કરાવેલ નથી અથવા નામ ટ્રાન્સફર કરાવ્યા બાદ નવા ધંધા માટેનુ રજિસ્ટ્રેશન કરાવેલ નથી. આથી ટૂંક સમયમાં ધંધા સાથે સ્થળ ફેરવેલ હોય તેવા જૂના વ્યવસાયકારો વિરૂધ્ધ ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
(3:24 PM IST)










