તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
વોર્ડ નં. ૧૮માં ત્રણ સોસાયટીમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર ઝુપડાં ઉભા થઇ ગયા : બીલ્ડરો જ જવાબદાર !!
જગ્યા કોર્પોરેશનની છે : કલેકટરને આવેદન : નેતાઓ-બીલ્ડરોની મીલીભગત : કાયદેસર નળ કનેકશન

વોર્ડ નં. ૧૮ ના સામાજીક આગેવાનોએ ‘‘અકિલા'' કાર્યાલય ખાતે સરકારી ખરાબાની જમીન ઉપર ઝુપડા ઉભા થઇ ગયા, બીલ્ડરો જવાબદાર વિગેરે બાબતો આપી હતી, કલેકટરને આવેદન પણ અપાયેલા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૩૧ : શહેરના વોર્ડ નં. ૧૮ના આગેવાનો નરેશભાઇ ગઢવી, અતુલ સખીયા, લાલજી જેતાણી, ભગવાનજી ખોખર વિગેરેએ કલેકટરને ફરીયાદ કરી. રાજકોટ સરકારી ખરાબાની જમીન પર થયેલ ગેરકાયદેસર ચણતર અને દબાણો દૂર કરવા માંગણી કરી હતી.
ફરીયાદમાં જણાવેલ કે વોર્ડ નં. ૧૮ લાલપાર્ક, લાલપાર્ક-બી, લાલબહાદુર, ગોપ સોસાયટીમાં સરકારી ખરાબાની જમીન આવેલી છે. સદરહું જમીન પર બિલ્ડરો દ્વારા ઝુંપડપટ્ટીઓ ઉભી કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં તે જમીન હથીયાવી લેવાની વૃત્તિથી સદરહું ઝુંપડપટ્ટી ઉભી કરવામાં આવેલ છે. અને સદરહું ઝુંપડપટ્ટીમાં ગેરકાયદેસર કાર્યો થઇ રહેલ છે. જેથી સત્વરે આ ઝુંપડપટ્ટી દૂર કરાવવા વિનંતી છે. તે ઉપરાંત સદરહું ઝુંપડપટ્ટીવાળા ખુબ જ ગંદગી કરે છે અને તેના હિસાબે પણ ખુબ મોટી બિમારી ફેલાવાની શકયતા છે. આમ, રાજકીય આગેવાનો અને તથા કોર્પોરેટરની નજર હેઠળ, કોર્પોરેશનના અધિકારીની નજર તળે આવા ગેરકાયદેસર કાર્યો થાય છે. ઉપરોકત બાબતો વિશે જો જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો આવા કિસ્સાઓમાં અધિકારીઓ, રાજકીટ વગ ધરાવતા શખ્સોના સહયોગ વગેરે આવો ગેરકાયદેસર કામો બિલ્ડરો કરી શકે તે વાત શકય જ નથી. જેથી સદરહું થયેલ ગેરકાયદેસર કામો વહેલી તકે ચિન્હીત કરી તેને દૂર કરવા વિનંતી છે. હાલમાં અત્યારે શ્રદ્ધાનગરમાં નવા ગેરકાયદેસર બિલ્ડીંગ્સ બની રહ્યા છે અને બિલ્ડર્સ તેનું વેચાણ કરી રહ્યા છે.
‘‘અકિલા'' ખાતે આવેલા આગેવાનોએ જણાવેલ કે ૩૦૦ જેટલા ઝુપડાં ઉભા થઇ ગયા છે, પ૦૦ થી ૭૦૦ લોકો રહે છે., બીલ્ડરો જ મજુરોને રહેવા આપે છે, ગેરકાયદેસર નળ કનેકશન અપાય છે, આ જગ્યા કોપોરેશનની છે, નેતા અને બીલ્ડરોની મીલીભગત છે, લાખોના ફલેટમાં રહેનારા મુંઝાઇ રહ્યા છે.
(3:50 PM IST)










