News of Wednesday, 31st December 2025
મવડીની આકાશદીપ સોસાયટીમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
૩૩ વર્ષના નીશાબેન ચોૈહાણે કયા કારણે પગલુ ભર્યુ તે અકળ

રાજકોટ તા. ૩૧: મવડી વિસ્તારમાં આકાશદીપ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મવડી ૪૦ ફુટ રોડ પર આકાશદીપ સોસાયટી-૫માં રહેતાં નીશાબેન નીકુંજભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩) નામના પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસ મથકને જાણ કરાઇ હતી.
એએસઆઇ ડી. સી. જોષી સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનારા ગૃહિણીને સંતાનમાં એક દિકરો છે. કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.
(3:53 PM IST)










