<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

પોપટપરા સેન્‍ટ્રલ જેલ તથા પ૩-કવાર્ટર સુધીના વિસ્‍તારોના મકાન ધારકોને વૈકલ્‍પિક જગ્‍યા આપી બાદમાં કાર્યવાહી કરો

તમામ પુરાવાઓ ધ્‍યાને લઇ બંધારણે આપેલ નાગરીક તરીકેના હકોનું રક્ષણ કરવા માંગણી : પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા અન્‍ય આગેવાનોની મામલતદારને રજૂઆત

રાજકોટ, તા. ૩૧: પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા અન્‍યોએ મામલતદારોને આવેદન પાઠવી રાજકોટ શહેર વોર્ડ નંબર ત્રણ (૩) ના આજી નદી નજીકના કેશરી પુલથી લઈ પોપટપરા સેન્‍ટ્રલ જેલ અને ૫૩-ક્‍વાર્ટર સુધીના વિસ્‍તારોના મકાનો ઘારકોને વિકાસના નામે વિસ્‍થાપિત કરતા પહેલા વિશ્વાસમાં લઈ તંત્ર દ્વારા વૈકલ્‍પિક કાયમી રહેઠાણોની સુવિધાઓ ઉભી કર્યા વગર કોઈજ કાર્યવાહી કરવામા નો આવે તેવી માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતું કે છેલ્લા ઘણા સમયથી વર્તમાન સરકાર દ્વારા વિકાસના નામે શહેરી વિસ્‍તારોમાં ગરીબ અને સ્‍લમ વિસ્‍તારો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોના કાચા પાકા મકાનો તોડી તેમને નોટિસો આપી સાંભળવાની કે વિશ્વાસમા લેવાની કોઈ તક આપ્‍યા વગર જ ટુંકાગાળાનો સમય આપી મજબુર અને ગરીબ નાગરીકોને વિસ્‍થાપિત કરી રહ્યા છે.

શહેરના આજી નદી રીવર ફ્રન્‍ટ યોજનાના નામે વોર્ડ નંબર-૩ મા આજી નદીના કાંઠે આવતા કેશરી પુલની નીચેનો વિસ્‍તાર નરસંગપરા, રામ ટેકરી, મેલડી માતાજીના મંદિરની આજુબાજુની ઝૂંપડપટ્ટી, જુની વાયરલેસ આઙ્ઘફિસ, રૂખડીયા ફાટક પાસેનો ખાડો, મદ્રાસીનો ખાડો, પોપટપરા, સેન્‍ટ્રલ જેલ પાછળનો વિસ્‍તાર, વાલ્‍મીકી વસાહત, બુખારીનો ખાડો, અતુલનો ખાડો, ત્રેપન ક્‍વાર્ટર પાસેનો વિસ્‍તારો સહિતના આજી રીવર ફ્રન્‍ટ પ્રોજેક્‍ટમા આવતા વિસ્‍તારોમા વસવાટ કરતા લોકોને નોટિસ આપતા પહેલા કે કોઈ પણ રીતે વિસ્‍થાપિત કરતા પહેલા અ જગ્‍યાએ વસવાટ કરતા લોકોના રહેઠાણના પુરાવા લાઈટ બીલ, ગેસ બીલ, રા.મ્‍યુ.કો.ના વેરા બીલ, જન્‍મ-મરણના દાખલાઓ સહીતના દસ્‍તાવેજો કે લેખ સિવાયના બંધારણીય માન્‍ય પુરાવાઓને ધ્‍યાને લઈ ભારતના બંધારણે આપેલ નાગરીક તરીકેના હક્ક પ્રસ્‍થાપિત કરી પ્રથમ મજબૂત વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઉભી કરી મકાન સામે મકાન મળે તે પ્રકારની સુવ્‍યવસ્‍થા ઊભી કરી દેશનો એકપણ નાગરીક છત (મકાન) વગરનો નો રહે તે જોવાની નૈતીક જવાબદારી સરકારની છે ત્‍યારે ઉપરોક્‍ત વિષયે અને અમારી આ રજુઆત સંદર્ભે આપના માધ્‍યમથી યોગ્‍ય ન્‍યાયોચિત કાર્યવાહી કરવા અમારી રજુઆત છે. રજુઆતમાં આગેવાનો સર્વેશ્રી અતુલ રાજાણી, દિલીપભાઇ આસવાણી, અશોકસિંહ વાઘેલા, ગૌરવ પુજારા, જગુભા જાડેજા, દિપક ભાટીયા, જીતુ ચાંદ્રાણી વિગેરે જોડાયા હતા.

(3:57 PM IST)