તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 31st December 2025
રાજકોટ સિવિલ હોસ્પિટલના જુનિયર્સ ડોકટર્સ એસોસિએશન દ્વારા હડતાળ: ન્યુરો સર્જન પર હુમલાના વિરોધમાં પગલું
હુમલાના અડતાલીસ કલાક બાદ પણ આરોપી ન પકડાતા નિર્ણય લેવાયો: ઈમરજન્સી સેવા ચાલુ રહેશે

રાજકોટ: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો થયા પછી અડતાલીસ કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. તાકીદે આરોપી નહિ જુનિયર ડોકટર્સ એસોસિએશન જેડીયુએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હડતાળ ચાલુ કરી દીધી છે. માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.
માહિતી મુજબ ૨૯ની રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ મારમાર્યો હતો. આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપી અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા જયદીપ ચાવડાની શોધખોળ ચાલુ કરી છે. જો કે આરોપી અડતાલીસ કલાક પછી પણ પક્કડથી દૂર હોઈ હડતાળ ચાલુ કરવામાં આવી છે.
(6:28 PM IST)










