તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
રાજકોટમાં સાંજે વરસાદના કારણે રેસકોર્સની હનુમાન ચાલીશા કથા રદ : આજના તમામ કાર્યક્રમ મોકૂફ: કાલે કથા ચાલુ રહેશે c
અનેક બાળકો હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા :હવે આ ભવ્ય ઉજવણી ૧લી જાન્યુઆરી (આવતીકાલે) ના રોજ યોજાશે.

રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ યોજાનાર ભવ્ય 'હનુમાન જન્મો 'હનુમાન ચાલીસા યુવા કથા' ના કાર્યક્રમમાં અચાનક વરસેલા વરસાદે ખલેલ પહોંચાડી છે. સતત ચાલુ વરસાદને કારણે આજના તમામ આયોજનો હાલ પૂરતા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
હનુમાન જન્મોત્સવને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં અનેરું સુશોભન કરવામાં આવ્યું હતું. આતશબાજીથી માંડીને ભવ્ય સ્ટેજ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. અનેક બાળકો હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા, પરંતુ વરસાદના કારણે આજના તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.
હવે આ ભવ્ય ઉજવણી ૧લી જાન્યુઆરી (આવતીકાલે) ના રોજ યોજાશે. રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, "આવતીકાલે એટલે કે ૧લી જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ઉમટી પડી આ દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણીને સફળ બનાવે. વરસાદ હોવા છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી, ત્યારે આવતીકાલનો કાર્યક્રમ વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવશે."
(8:37 PM IST)










