તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Thursday, 1st January 2026
પડધરીની ર૭ લાખની ચોરી-લૂંટમાં સામેલ ટોળકીના બે સાગ્રીતોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
ટોળકીના ૬ શખ્સોની શોધખોળઃ પકડાયેલ ટોળકીએ વાવડી જીઆઇડીસીના કારખાનામાં ચોરી કર્યાની કબુલાત આપી

રાજકોટ તા. ૧ :.. પડધરીની ર૭ લાખની ચોરી અને લૂંટમાં સામેલ ટોળકીના બે સાગ્રીતોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતાં.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં વણશોધાયેલ રહેલ ચોરી, લુંટ, ધાડના ગુનાઓ સત્વરે શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.ભીમાણી તથા સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાની તપાસમાં હતા. જે દરમ્યાન રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના ASI રવિદેવભાઇ બારડ, ASI બ્રીજરાજસિંહ જાડેજા, ASI વકરભાઇ અરબ, ASI રોહિતભાઈ બકોત્રા, PC પ્રકાશભાઇ પરમાર દ્વારા પડધરીના કારખાનામાં થયેલ ૨૭ લાખની ચોરી તથા લુંટમાં સામેલ આરોપી (૧) સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ સ.ઓ. નવરીયા રસુલ ભાભોર ઉ.વ.૨૭ રહે.છરછોડા, થરાળ ફળીયુ, તા ગરબાળા, જી દાહોદ. તથા (૨) ગોરો ઉર્ફે કૈલાશ સ.ઓ. વરસીંગ ફુલજી મોહનીયા, ઉ.વ.૨૫ રહે.હાલ. શિતલપાર્ક પાસે, સીનર્જી હોસ્પીટલ પાછળ, કીરીટભાઇ પટેલના પ્લોટમાં, રાજકોટ, મુળ ગામ બીલીયા, પટેલ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદે ઝડપી લેવાયા હતા જયારે આ ટોળકીના અન્ય આરોપીઓ (૧) રાજુ સવસીંગ બારીયા રહે છરછોડા તા.ગરબાળા જી.દાહોદ (૨) ભરત બાદરસીંગ પલાસ રહે આંબલી (ખજુરીયા) તા.ગરબાળા જી.દાહોદ (૩) રાકેશ રાળીયા પલાસ રહે,ખજુરીયા (આંબલી) તા.ગરબાળા જી.દાહોદ (૪) જયંતી ઉર્ફે જેન્તી સ.ઓ. જવસીંગ પલાસ રહે.ખજુરીયા (આંબલી) તા.ગરબાળા જી.દાહોદ (૫) પ્રકાશ દીતીયા પલાસ રહે છરછોડા તા.ગરબાળા જી.દાહોદ તથા (૬) મડીયા ઉર્ફે સંજય સ.ઓ. તીતરીયા બામણીયા રહે. સંડા તા.ભાભરા જી.અલીરાજપુરની શોધખોળ હાથ ધરાઇ છે.
પકડાયેલ શખ્સોએ સાગ્રીતો સાથે આજથી દોઢેક મહિના પહેલા રાજકોટ વાવડી જીઆઇડીસીમાં છ સાત કારખાનામાં ચોરી અને ચોરીની કોશીષ કરેલ હતી. (જે સબંધે ખરાઇ કરતા રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩૨૫૧૧૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૪), ૩(૫) મુજબ ગુનો નોંધાયેલ છે. તેમજ બીજા દિવસે (તા.૧૩-૧૪/૧૧/૨૦૨૫) ના રોજ સામખીયાળી બાજુ કયાંક ચોરી કરવા માટે લઇ ગયેલ પરંતુ રાત્રીના જગ્યા નહી મળતા ચોરી કરેલ નહી અને ત્યાં ખેતરમાં સુઇ રહેલ હતા. ત્યારબાદ તેના બીજા દિવસે (તા.૧૪-૧૫/૧૧/૨૦૨૫) ના રોજ પડધરી પાસે જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ-ચાર કારનામાં તાળા તોડવાની કોશિષ કરેલ પરંતુ તુટેલ નહીં. બાદ એક ગોડાઉન પાસે એક માણરા સુતેલ હોય તેને ભરત બાદરસીંગ પાસે લોખંડનો સળીયો બતાવી બીવડાવેલ અને તેની પાસેથી સાતેક હજાર રૂપિયા હતા તે લઇ લીધેલ બાદ બીજા એક કારખાનામાં જઇ શટર તોડતા હતા તે વખતે મજુર જાગી જતા તેઓ જોઇ ગયેલ હોય જેથી મજુરો પાસે જઈ તેમની પાસેથી ફોન અને પાકીટ અને રોકડ રૂપિયા લઇ લીધેલ બાદ મજુરોને તેમની ઓરડીમાં પુરી દઇ બહારથી દરવાજાના આંગળીયા બંધ કરી મોબાઇલ ફોન ત્યાંજ મુકી ભાગી ગયેલ હતા. (જે સબંધે ખરાઇ કરતા પડધરી પો.સ્ટે. ગુ.૨.ને. ૧૧૨૧૩૦૪૨૨૫૦૬૫૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૦(૨), ૩૧૧,૩૩૨(બી) મુજબ ગુનો નોંધાયેલ છે.
આજથી વીસેક દિવસ પહેલા (તા.૦૪-૦૫/૧૨/૨૦૨૫) ના રોજ પડધરી પાસે જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનાની દિવાલ ટપી કારખાનામાં અંદર જઈ કારખાનાની ઓફીસ માંથી રોકડ રૂપિયા ર૭ લાખ અને લેપટોપ ની ચોરી કરેલ અને ત્યાંથી પાણીનો ગોળો હતો તે પણ પાણી પીવા માટે લઇ ગયેલ બાદ ત્યાંથી બીજા કારખાનામાં ચોરી કરવા જતા પથ્થરના ઘા થતા ત્યાંથી ભાગીને નિકળી ગયેલ હતા. (જે સબંધે ખરાઇ કરતા પડધરી પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૧૩૦૪૨૨૫૦૬૯૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૪), ૩(૫) મુજબ ગુનો નોંધાયેલ છે.)
આ કાર્યવાહી રૂરલ એલસીબીના એએસઆઇ રોહિતભાઈ બકોત્રા, ખ્લ્ત્ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી, એએસઆઇ બાલકુષ્ણભાઇ ત્રીવેદી, એએસઆઇઅમીતસિંહ જાડેજા, એએસઆઇ વિજયસિંહ જાડેજા, એએસઆઇ શકિતસિંહ જાડેજા, એચસી ભગીરથસિંહ જાડેજા, એચસી મનોજભાઇ બાયલ, એચસી રસીકભાઈ જમોડ, એચસી ઘનશ્યામસિંહ જાડેજા, એચસી નિલેશભાઇ ડાંગર, એચસી દિવ્યેશભાઈ સુવા, એચસી રાજુભાઈ શામળા, ૧૧૦ હરેશભાઇ પરમાર, પીસી પ્રકાશભાઇ પરમાર, પીસી મહિપાલસિંહ ચુડાસમા, પીસી અબ્બાસભાઇ ભારમલ, પીસી ભાવેશભાઈ મકવાણા, પીસી વિજયભાઇ સિંહાર તથા ડ્રાઇવર પીસી દિલીપસિંહ જાડેજા, ડ્રાઇવર પીસી અનિરૂધ્ધિક્સંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.
પકડાયેલ શખ્સો અને તેની ટોળકી સામે દાહોદ, અમદાવાદ, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ખેડા, વલસાડ, પંચમહાલ, બોટાદ, જામનગર, અમરેલી, નવસારી, ભરૂચ સહિતના પોલીસ મથકોમાં સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયા છે.(૬.૧૧)
(1:16 PM IST)










