<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વર્ષ ર૦૨૬નું શાનદાર સ્વાગત : રાજકોટ બન્યુ ઘેલુ : ખુશીની પળોની મોજથી ઉજવણી : જુઓ વિડિયો

રાજકોટ : આ તો રાજકોટ છે ભાઇ, એને તો ઉજવણીના બસ બહાના જોઇએ. વર્ષ ર૦૨૫ની વિદાય અને વર્ષ ૨૦૨૬ની આગમનની પળોને વધાવવા રાજકોટનું યુવાધન ઘેલુ બન્‍યુ હતુ. ગઇ મધ્‍યરાત્રીના ઠેરઠેર ડાન્‍સ વીથ ડીનરના આયોજનો થયા હતા. સાંજે વરસાદ વેરી બન્‍યો હતો, પરંતુ રાત્રીનું આકાશ ચોખ્‍ખુ રહેતા સૌ કોઇ શરૂ થતા નવા વર્ષના ખુશીથી વધામણા કરવા નિકળી પડયા હતા. રાત્રીના ૧૨ના ટકોરે કોઇએ ફટાકડાની આતશબાજી કરીને તો કોઇએ મનગમતા મ્‍યુઝીક સાથે ડાન્‍સ  અને મનગમતુ ડીનર આરોગીને આનંદ માણ્‍યો હતો. નવા વર્ષની ઉજવણીમાં કોઇ છાંકટા ન બને તે માટે પોલીસ પણ રાત્રે દોડતી રહી હતી. મુખ્‍ય માર્ગો અને ચોકે ચોકે ચેકીંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પરંતુ સંયમમાં રહીને નવુ વર્ષ ઉજવનારાઓને કોઇ ખલેલ પહોંચી નહોતી. ખાસ કરીને નિયત સ્‍થળોએ લોકોએ પૂર્વ આયોજન કરીને વર્ષ ૨૦૨૬ને મનોરંજનના મહાસાગરમાં ધુબાકા મારીને વધાવ્‍યુ હતુ. કાલાવડ રોડ પર મોટેલ ધ વિલેજ, હોટેલ નોવા, મોમેન્‍ટલ પાર્ટી પ્‍લોટ ખાતે ગ્રીક થીમ પર આર. આર. ઇવેન્‍ટ દ્વારા નવા વર્ષના આગમનના વધામણા કરવામાં આવ્‍યા હતા. મનગમતા મ્‍યુઝીકની ધૂનો પર લોકો ઝુમી ઉઠયા હતા. તસ્‍વીરમાં ડાન્‍સ વીથ ડીનરનો મોજથી આનંદ માણતી ઉત્‍સવપ્રેમી જનતા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:34 PM IST)