<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજકોટ કલેકટર કચેરીની બાલવાટિકામાં હેલ્‍પરની ભરતીઃ અરજીઓ મંગાવાઇ

 

રાજકોટ, તા.૧: રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોની દેખરેખ માટે શરૂ કરાયેલી બાલવાટિકામાં હેલ્‍પરની ખાલી જગ્‍યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જગ્‍યા માટે યોગ્‍ય લાયકાત અને અનુભવ ધરાવતી મહિલા ઉમેદવારો પાસેથી રિઝ્‍યુમ મંગાવવામાં આવ્‍યા છે. આ જગ્‍યા માટેની શરતો મુજબ ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોવા જોઈએ, બાળકોની દેખરેખનો પૂર્વ અનુભવ હોવો જરૂરી છે. સ્‍વભાવે સંયમી, જવાબદાર અને વિશ્વસનીય હોવાની સાથે બાળકો પ્રત્‍યે પ્રેમભર્યું વર્તન કરી શકે તેવા હોવા જોઈએ. જરૂર પડ્‍યે કાર્યસમય મુજબ પોતાની ફરજ બજાવવાની રહેશે. ઉમેદવારોએ પોતાના રિઝ્‍યુમમાં નામ, સરનામું, સંપર્ક નંબર અને અનુભવ સહિતની તમામ વિગતો દર્શાવવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ ૧૦ જાન્‍યુઆરી, સાંજે ૬:૦૦ કલાક સુધીમાં પોતાની અરજી કલેક્‍ટર કચેરીની ખાસ શાખા ખાતે જમા કરાવવાની રહેશે, તેમ રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી અને બાલવાટિકા સમિતિના અધ્‍યક્ષની યાદીમાં ઉમેરાયુ છે

(2:42 PM IST)