News of Thursday, 1st January 2026
જિલ્લા પંચાયત પ્રમુખોને વાર્ષિક કરોડની ગ્રાન્ટથી વિકાસને વેગ મળશેઃ પ્રવીણાબેન

રાજકોટઃ તા.૧,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતળત્વ માં ગ્રામીણ વિસ્તારો પણ આધુનિક સુવિધા થી સજ્જ અને સ્વાવલંબી બને તે દિશામાં કેન્દ્ર સરકાર સતત કાર્યરત છે અને તે જ મંત્ર ને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે એક જનહિતલક્ષી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.આ નિર્ણય અન્વયે, રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખોને વાર્ષિક રૂ. ૧ કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટનો ઉપયોગ જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કાર્યો - જેમ કે રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ જેવા પાયા ના પ્રાથમિકતાવાળા કામો - માટે કરી શકાશે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી જણાવે છે.
આ જિલ્લા પંચાયત પ્રમુખોની અને પંચાયત પરિષદ ની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો છે. આ જનકલ્યાણકારી નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સમગ્ર જિલ્લા પંચાયત ટીમે હાર્દિક સ્વાગત કર્યું છે. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા,પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,રાજ્ય કક્ષા મંત્રી સંજયસિંહ મહિડા,પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય સરકારનો આ ગ્રામીણ વિકાસલક્ષી પગલા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ ગ્રાન્ટથી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળશે અને સ્થાનિક નેતળત્વ વધુ મજબૂત બનશે.
(2:42 PM IST)










