News of Thursday, 1st January 2026
જૂના એરપોર્ટથી નરેન્દ્રભાઇનો ર કિ.મી.નો રોડ શો
૧૧મીના રવિવારે બપોરે આવશેઃ પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની પત્રકાર પરિષદ અને કલેકટર કચેરી ખાતે તમામ લેવલે મીટીંગ મળી : વડાપ્રધાન સંભવતઃ કિસાનપરા કે રેસકોર્સ ચોક સુધી રોડ શો કરશેઃ તમામ સંસ્થા-શૈક્ષણિક સંસ્થાઓ-જ્ઞાતિ સમાજો ખાસ જોડાશે : વાયબ્રન્ટ સમિટ યુક્રેન-જાપાન-કોરીયા અને રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે તથા ૧૩ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જોડાયા : ૬૩૬૪નું રજીસ્ટ્રેશન...ર૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન ર૬૪૦૦ ચોરસ મીટરમાં પ્રદર્શન...૪૪૦૦ ચો. મી.નો ખાસ પેવેલીયન ત્રણ ઉદ્યોગ માટે ફાળવાયું : ડેઇલી લકકી ડ્રો-કારીગરો દ્વારા ઉત્પાદન વસ્તુનું પ્રદર્શન-સ્ટાર્ટ-અપ માટે પેવેલીયન... : DRDO-HAL અદાણી-ટાટા તથા રિલાયન્સ ખાસ સહભાગી : તા. ૧૧ થી ૧૩ એમ ત્રણ દિવસ સેમીનારો. તમામ ઉદ્યોગ આવરી લેવાયા... : રેસકોર્સ રીંગ રોડ ભવ્ય સુશોભિત કરાશે, સફાઇ-ટ્રાફીક-લેસર શો, આત્મ નિર્ભરના ટેબ્લો ગોઠવવા આદેશો.

રાજકોટ, તા. ૧: સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ ના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૭ જાન્યુઆરીના બપોર બાદ રાજકોટની મુલાકાતે આવવાના છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને વડાપ્રધાનના આગમન પર યોજાનારા મેગા રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ આજે રાજકોટ શહેર-જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી.
મીટીંગ બાદ પત્રકાર પરીષદમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧મીએ બપોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી જૂના એરપોર્ટ ખાતે આવી પહોંચશે, અને ત્યાં સ્વાગત બાદ જૂના એરપોર્ટથી ૨ કીમીનો વડાપ્રધાનનો શાનદાર રોડ શો યોજાશે. સંભવત તેઓ કિશાનપરા ચોક, રેસકોર્ષ ચોક સુધી રોડ શો કરશે.
તેમણે જણાવેલ કે ૨ કિમીના રોડ શોમાં રાજકોટ પક્ષ ભાજપ, વિવિધ સસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમસ્ત જ્ઞાતિ સમાજે તેમનું અદકેરૂ સ્વાગત કરશે, અભિવાદન ઝીલશે, ૨ કિમીના રોડ શોમાં સ્વદેશી અભિયાન અંગેના ખાસ બેનરો-હોર્ડીગ, બોર્ડ ઉભા કરાશે.
શ્રી જીતુભાઇએ જણાવેલ કે રોડ -શો બાદ તેઓ સીધા મોરબી રોડ પર જડબેસલાક સુરક્ષા વચ્ચે મારવાડી યુનિ. કેમ્પસ ખાતે વાયબ્રટ સમિટમાં પહોંચશે અને સમિટ ખૂલ્લી મૂકશે.
તેમણે ઉમેર્યુ હતુ કે આ રીજીયોનલ બાયબ્રન્ટ સમિટ હોય પહેલી વખત યુક્રેન, જાપાન, ટોકીયા, રવાન્ડા જેવા દેશો ભાગ લઇ રહ્યા છે, કરોડોના એમ.ઓ.યુ. થશે, અત્યાર સુધીમાં ૬૩૬૪નું રજીસ્ટ્રેશન થઇ ચુકયું છે,
શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે ૧૧ જાન્યુઆરીએ બપોરે ૩.૩૦ કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ વી.જી.આર.સી.ની થીમ ‘રીજીયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન' (Regional Aspirations, Global Ambitions) રાખવામાં આવી છે જેમાં યુકેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ૧૩ જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત ૨૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યા છે.
ટ્રેડ શો અને એક્ઝિબિશન તા. ૧૧-૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે, આ ટ્રેડશો કુલ ૨૬,૪૦૦ ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે. જેમાં ૪,૪૦૦ ચો.મી.નો ખાસ પેવેલિયન પ્લ્પ્ચ્, કુટીર અને હસ્તકલા ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યો છે.
મુખ્ય આકર્ષણો
ડેઈલી લકી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદનોનું પ્રદર્શન, રિવર્સ બાયર્સ સેલર્સ મીટ્ (RBSM) અને સાંસ્કળતિક કાર્યક્રમો, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેગ ડિસ્પ્લે, સ્ટાર્ટ અપ - એમ.એસ.એમ.ઈ. માટેના વિશેષ પેવેલિયન વગેરે મુખ્ય આકર્ષણો રહેશે.
તેમણે જણાવેલ કે D.R.D.O., HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો સહભાગી થશે.
મુખ્ય સેમિનાર અને કાર્યક્રમો
પ્રથમ દિવસ ૧૧ જાન્યુઆરીઃ ટ્રેડ શોનું ઉદ્ધાટન, એગ્રી વેલ્યૂઃ ઓઈલ સીડ ઓપોર્ચ્યુનિટીઝ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ પર સેમિનાર થશે.
ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ.
૧૨ જાન્યુઆરીએ રિજનલ MSME કોન્કલેવ, ગિફટ સિટીમાં વ્યવસાયની તકો, ટેક્સટાઈલ અને જવેલરી ઉદ્યોગ પર સેમિનાર, અને ઊર્જા ક્ષેત્રે ર્ંમિશન ૧૦૦GW પર ચર્ચા થશે.
આ વાયબ્રન્ટ સમિટમાં ૪૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ‘ઇનોગ્યુરલ ડોમ', ૨૦થી વધુ સેમિનાર હોલ અને VVIP લાઉન્જની સુવિધા, મીડિયા બ્રિફિંગ માટે ખાસ ટેગોર બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન રાજકોટના જુના એરપોર્ટથી મારવાડી યુનિવર્સીટીના ૧૫ કિલોમીટરના રૂટ પર હાલ બ્યુટીફીકેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ સંદર્ભે ૧૫ કિલોમીટરના એરિયામાં સ્વદેશી અને આત્મનિર્ભર થીમ આધારિત ટેબલો ગોઠવવા માટેના આદેશ પ્રભારીમંત્રીએ આપ્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી જૂના એરપોર્ટ પર આવશે. ત્યાંથી કિશાનપરા ચોક, રેસકોર્ષ સુધી ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ તેઓ મારવાડી યુનિવર્સિટીમાં સમિંટના કાર્યક્રમમાં જોડાશે.વડાપ્રધાનનું રાજકોટમાં લગભગ ૪થી ૫ કલાકનું રોકાણ રહેશે. જેને લઇ રસ્તાઓની સફાઈ. સુશોભન, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શહેરને રંગબેરંગી બેનરો, ર્હોડિંગ્સ અને લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ સુશોભિત કરવામાં આવશે અને ભવ્ય લેસર શો અને લાઈટીંગથી રિંગરોડ ઝળહળી ઉઠે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષમાં કયુઆર કોડ વાળા આમંત્રિત કાર્ડ તૈયાર કરવા પણ પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીએ સૂચના આપી છે.
પ્રભારી મંત્રી શ્રી વાઘાણીએ મીટીંગમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની ભાતીગળ સંસ્કળતિની ઝાંખી રજૂ કરતા કાર્યક્રમો રોડ શો દરમ્યાન ગોઠવવા સૂચના આપી હતી. રોડ શો ના રૂટ પર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ આધારિત ટેબ્લો ગોઠવવા માટે મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. રૂટ પરના સર્કલમાં વિવિધ યોજનાઓના બેનર્સ, થીમ બેઈઝડ લાઇટિંગ, તિરંગાનો કલર દર્શાવતી એલઇડી લાઇટસ, થીમેટીક લેસર શો, રેસકોર્સ રીંગરોડ ફરતે ઝાકઝમાળભર્યું લાઇટિંગ, રંગીલા રાજકોટની વિશેષતાઓ રજૂ કરતા વિવિધ બેનર્સ મંત્રીશ્રી વાઘાણીએ નિહાળ્યા હતા અને વડાપ્રધાનશ્રીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાનના વિવિધ યોજના ના લાભાર્થીઓ અને તેમના પ્લોટ સત્વરે ફાળવવા મંત્રી શ્રી વાઘાણીએ સૂચના આપી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, મેયર શ્રી નયનાબેન મીટીૅગમા મંત્રીશ્રી ત્રિકમભાઇ છૉગા, ધારાસભ્યો સર્વશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ તથા ડો. મહેન્દ્ર પાડલીયા, સંસદ સભ્ય પરષોત્તમ રૂપાલા તથા રામભાઈ મોકરીયા, અગ્રણી માધવ દવે, અલ્પેશ ઢોલરીયા, પ્રશાંત કોરાટ, રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક એ. કે.વસ્તાણી, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા, પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર, ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળા, સિદ્ધાર્થ ગઢવી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, આયોજન અધિકારી નીતિન ટોપરાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૬.૧૪)
(2:57 PM IST)










