News of Thursday, 1st January 2026
ડાન્સ ડીજે પાર્ટીના આયોજન સ્થળે મહિલા પોલીસની શી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમ

રાજકોટઃ શહરમાં ૩૧મી ડીસેમ્બરની ઉજવણી અંતર્ગત અલગ અલગ સ્થળે ડાન્સ ડીજે ડીનર પાર્ટીના આયોજનો થયા હોઇ ત્યાં મહિલા પોલીસની શી ટીમે પહોંચી ઉજવણીમાં સામેલ લોકોને સાયબર ક્રાઇમ-૧૯૩૦, ૧૮૧ હેલ્પ લાઇન, ટ્રાફિક અવેરનેસ, સેલ્ફ ડીફેન્સ, મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી સહિતની માહિતી આપી હતી. તેમજ છેડતી-રોમીયોગીરી વખતે તુરત ૧૧૨મા ફોન કરવા સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી સહિતે ધ સેકન્ડ વાઇફ, ડી લાઇટ, ધ રોયલ ગ્રાન્ટ સહિતના સ્થળોએ આ કામગીરી કરાઇ હતી.
(3:29 PM IST)










