<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સાળંગપુર હનુમાનજી મહારાજનો ઇતિહાસ વર્ણવતો ‘સર્વોપરી લોકડાયરો' લોન્‍ચ : હવે યુટયુબ પર પણ માણી શકાશે

કોશિક મહેતા, શિવદાન બારોટ, પ્રફુલ જોષી, બાળ કલાકાર ક્રિશપટેલ સહિતનાએ લોકડાયરામાં જમાવટ કરી છે

રાજકોટ : એસ.જી.વીપી. સ્‍કુલ ઠે. પુનીતનગર, વાવડી મેઇન રોડ, વાવડી-રાજકોટ આતે આવેલ સ્‍કુલમાં સર્વોપરી સ્‍વામિનારાયણ ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના પ્રમુખ શાષાી સ્‍વામી શ્રી સાધુ ધર્મપ્રકાશદાસ (ભૂ-મેલ) ગુરૂકુળ વાળાના સીધ્‍ધા માર્ગદર્શન ‘‘સર્વોપરી લોકડાયરા''નું નિર્માણ કરેલ હતું. જેમાં લોકગાયક અને હાસ્‍ય-લોકસાહિત્‍યકાર (શ્રીજોગી સ્‍વામિના શિષ્‍ય) કોૈશિક મહેતા (ભૂ-દેવ) શીવદાન બારોટ (ભજન, સંતવાણી, લોકગીતો),હાસ્‍યના બેતાજ બાદશાહ પ્રફુલભાઇ જોષી, બાળ કલાકાર ક્રિશ પટેલ, તબલાવાદક બળવંતગીરી ગોસાઇ, બેન્‍જોવાદક અનિલ પરમાર, મંજીરાવાદક રાજુ સીંધવ અને લાભુભાઇ વઢીયારા સાજીદાઓની ટીમ સાથે આ ‘‘સર્વોપરી લોકડાયરા''માં જમાવટ કરી હતી.

આ સર્વોપરી લોકડાયરામાં લોકસાહિત્‍યમાં ‘‘સાળંગપુર હનુમાનજી'' મહારાજનો ઇતિહાસ કહયો છે.  સાથે સાથે ભગવાન શ્રીકૃષ્‍ણની ‘‘છડી'' કલાકારોએ પોતાના કંઠે પોકારેલ છે. આ ‘‘સર્વોપરી લોકડાયરા'' માણવા ‘‘યુ-ટયુબ'' ઉપર શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ-મહીકા કલીક કરવાથી ‘‘સર્વોપરી લોકડાયરો'' લાઇવ જોઇ શકાશે.

આ તકે સ્‍વામિએ જણાવેલ કે ‘‘શ્રી સ્‍વામિનારાયણ ભગવાને નિત્‍ય પ્રાર્થનામાં સ્‍વમુખે જણાવેલ છે ક ે‘‘નીદત નહીં કોઇ દેવકો, બીન ખપતો હી ખાત'' એટલે કે કોઇપણ દેવી-દેવતાન નિંદા કરવાની ચોખ્‍ખી ના પાડી છે અને ન ખાવાની વસ્‍તુઓ  અને ન પીવાની વસ્‍તુઓનો અનાદર કરેલ છે.

આપણી ભારતીય લોકસંગીત ભાતીગળ પ્રાચીનસંસ્‍કૃતિ દિવસે-દિવસે લુપ્ત થતી જાય છે. તેને ટકાવી રાખવા અને લોકસંગીતની, પ્રાચીન ભાતીગળ ભજનો, ભક્‍તિ હિન્‍દુ ધર્મની પ્રણાદીકા અને સંસ્‍કૃતિનું જતન માટે આ ‘‘સર્વોપરી લોકડાયરો''માં નાના નાના બાળકો પણ માણી શકે તેમાટે પષીઓના અવાજ, સિંહ, મોર, કોયલ, ડોગ(દેશી કુતરાઓ)ના અવાજો કલાકારોએ આબેહુબ રજુ કરેલા છે. આ લોકડાયરામાં દેશના નાગરિકને વ્‍યસન મુક્‍ત થવાની રજુઆત કરેલ છે. સર્વોપરી સ્‍વામિનારાયણ ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના લીગલ એડવાઇઝર અને રેવન્‍યુ મેટનાં દિલેશભાઇ જે. શાહે આ ‘‘સર્વોપરી ડાયરા''ની સફળતા માટે શુભેચ્‍છા  પાડવેલ છે.

આ ‘‘સર્વોપરી લોકડાયરો'' માણવા શાષાી સ્‍વામી શ્રી સાધુ ધર્મપ્રકાશદાસ (ભૂ-મેલ) ગુરૂકુળ વાળા સ્‍વામીએ જાહેર અપીલ કરેલ છે.

યુ-ટયુબ ઉપર‘‘શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ-મહીકા'' કલીક/ સર્ચ કરી આ ‘‘સર્વોપરી લોકડાયરો'' માણવા જાહેર જનતાને આહવાન કરેલ છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી સાધુ ધર્મપ્રકાશદાસ, લોકગાયક અને હાસ્‍ય લોક સાહિત્‍યકાર કોૈશિક મહેતા(ભૂ-દેવ) પ્રફુલભાઇ જોષી હાસ્‍ય કલાકાર, શીવદાન બારોટ, ભજન સમ્રાટ, તથા શ્રી યોગીકૃષ્‍ણ સ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)(૪૧.૧૦)

(3:36 PM IST)