તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
મ્યુ. કમિશનર છેલ્લા ૧૫ દિવસમાં ૧૫ કલાક પણ કોર્પોરેશન ઓફિસમાં બેઠા નથી : વશરામભાઇનો આક્ષેપ

રાજકોટઃ માનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ ‘‘અકિલા'' સાથે ટેલીફોનીક વાતચિતમાં મ્યુ. કમિશનર ઉપર આક્ષેપ કરતા જણાવેલ કે, મહાનગરપાલિકાના કમિશનરને શાસકોના દરેક કાર્યક્રમમાં જવા માટે તેમની પાસે સમય છે પરંતુ રાજકોટના લોકોના પ્રશ્નો કે લોકોની મુશ્કેલીઓ સાંભળવા માટે સમય ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં શ્રી સાગઠિયાએ જણાવેલ હતું કે,
છેલ્લા ૧૫ દિવસમાં લગભગ ૧૫ વાર ે ફોન કર્યા છે મોટા મોટાભાગે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બીમારીનું બહાનું આપી પોતાના નિવાસસ્થાને અથવા ભાજપમાં વ્યસ્ત હોય તેવું મને લાગી રહ્યું છે કમિશનરશ્રી ને નોકરી ન કરવી હોય તો રાજીનામું આપી દેવા વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયાએ માંગ કરી છે.
(3:37 PM IST)










