<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જિલ્લા પંચાયતના પ્રમુખ-કારોબારી અધ્‍યક્ષ ચૂંટણી નહિ લડે : ઉપપ્રમુખની નજર કોલીથડ- મોવિયા બેઠક પર

રોટેશનમાં ફેરફાર પછી નવા ચહેરાઓમાં તરવરાટ સાથે સળવળાટ

 

રાજકોટ તા ૧: જિલ્લા પંચાયતની ચૂંટણી નજીકના ભવિષ્‍યમાં આવી રહી છે, ચૂંટણી સમયસર ફેબ્રુઆરીમાં થશે કે મોડી થશે તે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી .ડિસેમ્‍બરના પ્રારંભે બેઠકોના રોટેશન જાહેર થતાં જબ્‍બર રાજકીય ઉથલપાથલ થઈ ગઈ છે. કુલ ૩૬ બેઠકો પૈકી અનામત રોટેશન મોટાભાગના વર્તમાન સભ્‍યોને અસર કરે છે .નવી ચૂંટાનાર પાખમાં મોટાભાગના નવા ચહેરા જોવા મળશે .

જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી રાજકોટ તાલુકાની કુવાડવા બેઠક પરથી ચૂંટાયેલા છે. આ બેઠક હવે બક્ષીપંચ અનામત થઈ ગઈ છે. તેઓ ચૂંટણી લડવા માગતા નથી. ઉપપ્રમુખ પી.જી.કયાડા જેતપુરની થાણાગાલોણ બેઠકનું ં પ્રતિનિધિત્‍વ કરે છે. આ બેઠક સામાન્‍યસ્ત્રી અનામત થઈ ગઈ છે ્‌હવે તેઓ પણ ચૂંટણી લડવા માગતા નથી ્‌વર્તમાન ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર  ગોંડલની દેવડી બેઠક પરથી  પરથી ચૂંટાયેલા છે. તે બેઠક હવે સામાન્‍યસ્ત્રી માટેની થઈ ગઈ છે .રાજુભાઈ ડાંગરની નજર હવે નજીકની કોલીથડ અને મોવિયા બેઠક પર છે ્‌આ બેય બેઠકો બક્ષીપંચ અનામત થઇ છે. તેઓ આ બંને બેઠકો માટે પાર્ટી સમક્ષ ઇચ્‍છા વ્‍યક્‍ત કરનાર છે કોલીથડ તેમની પ્રથમ પસંદગી હોવાનું માનવામાં આવે છે પાર્ટી તેમને ચુંટણી લડાવે છે કે નહીં તે તો ઉમેદવારો જાહેર થાય ત્‍યારે છે ખ્‍યાલ આવશે વિપક્ષી નેતા મનસુખ સાકરીયા ભાડલા બેઠક પરથી ચૂંટાયેલા છે તે બેઠક સામાન્‍યસ્ત્રી વર્ગની થઈ ગઈ છે. તેની નજીકની ભડલી બેઠક સામાન્‍યસ્ત્રી માટે અને કમળાપુર બેઠક પણ બક્ષીપંચસ્ત્રી અનામત થઈ ગઈ છે વિપક્ષી નેતા મૂળ બેઠક કે આસપાસની બેઠકમાંથી ચૂંટણી લડી શકે તેવા સંજોગો નથી. (૯.ર૮)

(3:37 PM IST)