News of Thursday, 1st January 2026
વડાપ્રધાનને આવકારવા રાજકોટ સજ્જ પણ થૂંકણીયાઓ લગાડે છે ‘‘લાલ'' ડાઘ

રાજકોટ : નરેન્દ્રભાઇ થોડા દિવસોમાં જ રાજકોટની મુલાકાતે આવનાર છે. જુના એરપોર્ટથી ર કિ.મી.નો જંગી રોડ-શો પણ કરનાર છે. ત્યારે તંત્ર દ્વારા રોડ-રસ્તા રિપેરીંગ તથા સમગ્ર રોડ-શોના રૂટ ઉપર રંગ રોગાન અને ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. રાજકોટીયાનોમાં પણ નરેન્દ્રભાઇને આવકારવા ઉત્સાહ છે પણ કેટલાક થૂંકણીયાઓ બ્યુટીફિકેશનમાં ‘‘લાલ' ડાઘ પાડી રહ્યા છે. શહેરના આમ્રપાલી અંડરબ્રીજમાં હાલ રંગ રોગાન અને ચિત્રો દોરવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં કેટલાક લોકો દ્વારા પાનની પીચકારી મારી સુંદરતા બગાડવામાં આવી છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










