<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

૨૦૨૪માં ફરિયાદોના વહેણ, ૨૦૨૫માં ઘોડાપુરઃ ૪૧ હજારનો વધારો

મનપામાં કોલ સેન્‍ટરમાં ૨૦૨૪માં ૪.૨૬ લાખ ફરિયાદનો ઢગલો, જ્‍યારે ૨૦૨૫માં ૪.૬૭ લાખનો પહાડ રચ્‍યો : બંને વર્ષમાં ગંદા પાણીની રેલમછેલમ સમસ્‍યામાં પ્રથમ ક્રમાંકે

 

રાજકોટ તા. ૧ : શહેરમાં લોકોની સુવિધામાં વધારો કરવા મથતા મનપા તંત્ર સામે નાગરિકોની મુળભૂત જરૂરીયાતોની સમસ્‍યાઓની અઢળક ફરિયાદોનો ધોધ વછુટયો છે.

મનપાના ચોપડે લોકો દ્વારા થયેલ અનેક સુવિધાઓમાં કચાશ અંગે ફરિયાદો નોંધાઇ છે. ૨૦૨૪ના વર્ષમાં વિવિધ વિભાગોની કુલ ૪.ર૬ લાખ ફરિયાદોનો ઢગલો થયેલ જ્‍યારે ગત વર્ષે ૨૦૨૫માં આ મુશ્‍કેલીઓ ફરિયાદનો પહાડ બનીને  ૪.૬૭ લાખ જેટલી નોંધાઇ છે.

ઉલ્લેખનીય છે કે, મનપા તંત્રમાં દર વર્ષે સૌથી વધુ ગટરોને લગતી ફરિયાદો આવતી હોવા છતાં પણ તે ઓછી થવાને બદલે ઉતરોતર વધતી જવા લાગી છે. ૨૦૨૪ માં ડ્રેનેજની ૧ લાખ ઉપરની ફરિયાદો નોંધાયેલ જ્‍યારે ૨૦૨૫માં આ ફરિયાદો  ૨,૮૭,૦૧૪ નોંધાઇ હતી.

શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આપવામા આવતી પાયાની સુવિધાઓ પૈકી રોડ-રસ્‍તા, પાણી, સ્‍ટ્રીટ લાઇન અને ડ્રેનેજ લોકો માટે ખાસ હોય છે. અ સુવિધા ઉભી થાય ત્‍યારે લોકો મનપાના સીવીક સેન્‍ટર ખાતે ફરિયાદ નોંધાવતા હોય છે. જેનો નિરાકરણ પણ ઝડપથી થાય છે. આદ્યુનિક ટેકનોલોજીના કારણે મનપાની કામગીરી પણ ઝડપી બની છે. તેમજ લોકોની સુખાકારીમાં વધારો જોવા મળ્‍યો છે. પરંતુ ટેકનોલોજીનો સમયસર ઉપયોગ કરવામાં મહાનગરપાલિકા વામણું પુરવાર થયુ હોય તેમ આ વર્ષે પણ કુલ ફરિયાદ પૈકી ૫૭્રુ ટકા ફરિયાદ ફકત ડ્રેનેજની નોંધાઇ છે. અલગ-અલગ વિભાગોને લગતી વર્ષ દરમિયાન ૪૬૭૫૮૨ ફરિયાદો નોંધાઇ હતી. જે પૈકી ૪૬૨૪૬૫ ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્‍યો છે. બીજા નંબરે સ્‍ટ્રીટ લાઇટની ૪૯૨૩૪ ફરિયાદો નોંધાઇ છે. આથી ડ્રેનેજ અને રોશની વિભાગની નબળી કામગીરી થઇ હોવાનુ સાબિત થયુ છે. ગત વર્ષે તમામ વિભાગોમાથી ૪૨૬૪૧૮ ફરિયાદો નોંધાય હતી. જેમાં ૨.૩૪ લાખ ફરિયાદ ડ્રેનેજ વિભાગની હતી. છતા એક વર્ષ દરમિયાન ફરિયાદોને લગતુ કામ ન થતા ચાલુ વર્ષે ફરિયાદોમાં વધારો થતા ૨૦૨૫માં ૨.૬૫ લાખ ડ્રેનેજની ફરિયાદ નોંધાઇ છે. જેનુ મુખ્‍ય કારણ દરેક વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદો માટે કોન્‍ટ્રાક્‍ટરોને કામ આપવામાં આવ્‍યુ છે. જેના લીધે અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામ થતુ ન હોવાથી ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી અને સાથોસાથ આ પ્રકારની ફરિયાદ ફરી વખત ન આવે તે અંગે સુધારા વધારા પણ થતા નથી જેના લીધે વર્ષો વરસ ડ્રેનેજની ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. (૯.રપ)

 ૨૦૨૪ તથા ૨૦૨૫માં મનપામાં નોંધાયેલ ફરિયાદોના આંકડા

વિભાગ                       ૨૦૨૪     ૨૦૨૫

પ્રાણી રંજાડ                  ૮૪પ      ૧૭૧૧

આવાસ યોજના               ર૩ર      ૨૯૨

બાંધકામ                     ૧૩૯ર૪   ૧૮૪૪૨

સીટી બસ, પાર્કિંગ, ટ્રાફિક - ટ્રાન્‍સપોર્ટ   રર૧પ     ૪૯૧૫

કન્‍ઝરવન્‍સી                   ૭પ૦૮    ૧૦૦૪૪

દબાણ હટાવ, એસ્‍ટેટ બ્રાન્‍ચ   ૬૬૦ર     ૭૧૭૦

ડ્રેનેજ                         રપ૩,ર૧૩ ૨૮૭૦૧૯

ઇલે. વેસ્‍ટ                    ૬૩        ૬૬

ફાયર બ્રિગેડ                  ર૧૩       ૧૩૯

ફુડ શાખા, આરોગ્‍ય, મેલેરિયા ૩૮૭૬     ૩૨૮૬

ઓનલાઇન પેમેન્‍ટ            ૧૩૫૩     ૭૮૦

રોશની શાખા                 પ૮ર૮૬   ૪૯૨૩૪

સ્‍પોર્ટસ                       રપ૦      ૨૦૯

ટેકસ બ્રાન્‍ચ                   ૪૭૬      ૩૫૫

ટાઉન પ્‍લાનીંગ               ૩૬પ      ૨૧૫૬

ગાર્ડન                        ૪પ૩૮    ૪૦૨૩

હેન્‍ડ પંપ                     ૮૧૦      ૭૬૨

વોટર વર્કસ    ર૭૭૧૮        ૩૪૪૮૪

સોલીડ વેસ્‍ટ   ૪૩૧૩૩ ૪૦૫૪૮

(3:49 PM IST)