તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
ટુંકા ગાળામાં ચોથી વખતનો ભાડા વધારો? ઉઘાડી લૂંટ સામે ગુજરાત મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ ચાલુ કરાશે

રાજકોટઃ તા.૧,ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, પી પી જોશી, બળવંતસિંહ પઢિયાર, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, સોની જીગ્નેશ વાગડિયા, જેન્તીભાઈ હિરપરા ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે રાજયમાં પરિવહન વિભાગ દ્વારા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની (એસ.ટી) વડી કચેરી દ્વારા જનભાડું/૪૮ (પરિપત્ર નંબર ૦૧/૨૦૨૫) મુસાફરો માટે મધરાતથી ભાડું ૩% વધારો કરી લૂંટવાનો જે કારસો રચાયો છે તેનો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.
અગાઉ ઓનલાઈન બુકિંગ કરનાર મુસાફરો પાસે પણ નવીન ભાડું વસૂલવામાં આવશે તફાવતની રકમ એબીટીએમ ટિકિટથી વસૂલ કરવામાં આવશે અને તમામ પ્રકારના પાસમાં ભાડા વધારો અમલી બનશે એસ.ટી અમારી સલામત સવારી નહીં પણ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો નવા વર્ષના પ્રારંભે ભાડા વધારા સામે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા એસ.ટીના ડેપો પરથી મુસાફરોને જાગૃત કરી ભાડા ૧૦ ટકા દ્યટાડવા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ ઝુંબેશ ચાલુ કરવામાં આવશે.
સબકા સાથ સબકા વિશ્વાસ ની વાતો કરનારી સરકાર નિયમિત અપડાઉન કરતા મુસાફરો પાસેથી અભિપ્રાયો જાણ્યા વગર જે રીતે રાતોરાત વખતો વખત તોતિંગ ભાડા વધારો કરી રહી છે તેની સામે આગામી સમિતિની આજે યોજાર રણનીતિ દ્યડી કાઢવામાં આવશે. એસ.ટી નો ઉપયોગ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, રોજગારી માટે અપડાઉન કરતા મુસાફરો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એસ.ટી.ની મુસાફરી કરતા હોય છે ત્યારે આવા લોકો ઉપર વધુ બોજ પડશે અને ગરીબ અને મધ્યમ વર્ગનો બજેટ ખોરવાશે. ભાડા વધારો કરવાને બદલે નેતાઓના કરોડો રૂપિયાના આધુનિક અમેરિકન ડોમ અને બિનજરૂરી નાસ્તા ચા પાણી ના કરોડો રૂપિયાના ખર્ચાઓ બંધ કરવાની જરૂર છે. ભાડામાં ૧૦%દ્યટાડવા સરકારમાં રજૂઆત કરે એવી રાજયના ૨૯ લાખ મુસાફરો વતી સમિતિની અપીલ છે.ᅠ
વર્ષ ઓગસ્ટ ૨૦૨૩ માં એસ.ટી દ્વારા ૨૫ % જો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો હતો. તત્કાલીન સમયે એસટી ને ૬૮૫.૪૭ કરોડ વાર્ષિક આવક થઈ હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્વે ડીઝલના ભાવ ઈં ૨ દ્યટવા છતાં ભાડા દ્યટાડો કરવાની બદલે એસ. ટી તંત્ર દ્વારા ૧૦% ભાડો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને લૂંટવાનું ષડયંત્ર રચી જે ૧૫ દિવસનું ભાડું અને ૩૦ દિવસની મુસાફરી હતી તેના બદલે ૧૮ દિવસ નું ભાડું કરી નાખવામાં આવ્યું એટલે અંદાજે એસ.ટી ને મુસાફરોના ખિસ્સા ખંખેરી વાર્ષિક ૨૦૦૦ કરોડ રૂપિયાની માતદાર રકમ હાલ મળી રહી છે. હાલ ડીઝલના ભાવ સ્થિર થયા છે. જીએસટીમાં દ્યટાડો થયો છે અને તેમ છતાં એસટીના ભાડા ટૂંકા ગળામાં ચોથી વખત ભાડા વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે તે હેતુને લક્ષમાં રાખીને ભાડા વધારો કરવાની સરકાર મંજૂરી આપવામાં આવી છે અને તેમ છતાં મુસાફરોને સુવિધા આપવાને બદલે દુવિધા મળતી હોય છે. તેમ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.નં. ૯૪૨૬૨૨૯૩૯૬) ની યાદીમાં આક્રોશ વ્યકત કરતા જણાવેલ છે.
(4:18 PM IST)










