<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-પ્‍લોટ-ફલેટની ખરીદીમાં તેજીનો સંચાર યથાવત રહ્યોઃ ડીસે.માં ૧૩પર૧ દસ્‍તાવેજ થયા.

સરકારને ફી અને ડયુટીની ૮૦ કરોડની વધુની આવકઃ મોરબી રોડ પર સૌથી વધુ ૧૭૩૪ દસ્‍તાવેજ

રાજકોટ તા. ૧ :.. રાજકોટ શહેર - જીલ્લામાં વર્ષ ર૦રપ ના છેલ્લા એટલે કે ડીસેમ્‍બર મહિનામાં પણ કુલ ૧૮ ઝોનમાં થઇને જમીન-મકાન, પ્‍લોટ, ફલેટની ખરીદી - વેચાણમાં તેજીનો સંચાર યથાવત રહ્યો હોવાનું સબ રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારી સુત્રોએ આજે જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે સૌથી વધુ દસ્‍તાવેજો રાજકોટ-ર, મોરબી રોડ પર ૧૭૩૪ તથા સૌથી ઓછા વીંછીયા ઝોનમાં ૭૯ દસ્‍તાવેજો નોંધાયા હતાં.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે કુલ ૧૩પર૧ દસ્‍તાવેજોથી સરકારને ટોટલ ફી ૧૧ કરોડ ર૯ લાખથી વધુ અને ઉપયોગમાં લેવાયેલ સ્‍ટેમ્‍પ ડયુટી ૬૮ કરોડ ૮૯ લાખથી વધુ મળી કુલ ૮૦ કરોડ ૧૯ લાખથી વધુની તોતીંગ આવક થઇ છે.

ઝોન વાઇઝ દસ્‍તાવેજો જોઇએ તો, રાજકોટ-૬, મવડીમાં ૧૩૦૪, રાજકોટ-૧, ૯પ૦, રાજકોટ-૪, રૈયામાં ૧૧૩૦, ગોંડલ ૧ર૭૧, રાજકોટ-૮, રૂરલ ૭ર૧, પડધરી-રપર, કોઠારીયા ૮૧૧, ઉપલેટા ૪૮૪, જામકંડોરણા ૧૦૭, રાજકોટ-૩, રતનપરમાં -૯૬૬, ધોરાજી-૩ર૦, લોધીકા ૮૩પ, રાજકોટ-પ, મવામાં ૮૦૪, જસદણ-પ૧૭ તથા કોટડાસાંગાણીમાં પ૩૭, દસ્‍તાવેજો થયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(4:04 PM IST)