તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 1st January 2026
બજરંગવાડીમાં ચાર બહેનના એકના એક ભાઇ રાજેશભાઇ ધકાણનું હૃદય બેસી જવાથી મૃત્યુ
સાંજે દુઃખાવો થતાં દવા લઇ સુઇ ગયા, રાતે ફરી તબીયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ સારવારમાં દમ તોડી દીધોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧: હૃદય બેસી જવાને કારણે મૃત્યુના બનાવો સતત વધી ગયા છે. ગઇકાલે દસ વર્ષની એક બાળકી સહિત ચારના હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયા બાદ બજરંગવાડીમાં એક આધેડનું હૃદય બેસી ગયું છે. તેઓ ચાર બહેના એકના એક ભાઇ હતાં.
જાણવા મળ્યા મુજબ બજરંગવાડી શેરી નં. ૮માં રહેતાં રાજેશભાઇ પોપટલાલ ધકાણ (ઉ.વ.૪૯)ને રાતે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર રાજેશભાઇ પત્નિ સાથે રહેતાં હતાં અને કપડાના શો રૂમમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાન નથી. તેઓ ચાર બહેનના એકના એક ભાઇ હતાં.
સ્વજનના કહેવા મુજબ સાંજે છાતીમાં દુઃખાવા જેવું થતું હોઇ રાજેશભાઇ દવા લેવા ગયા હતાં. બાદમાં ઘરે આવીને સુઇ ગયા હતાં. એ પછી રાતે ફરીથી દુઃખાવો વધી જતાં તુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ ડી. જે. જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:29 PM IST)










