<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટર પર હુમલો કરનાર શખ્સને પ્રધ્યુમન નગર પોલીસે ઝડપી લીધો: જુનિયર ડોકટરોએ ગઈકાલથી શરૂ કરી હતી હડતાલ

જયદીપ ચાવડાનો ધરપકડ કરવામાં આવી: દર્દીને લોહી ચડાવવાની ચિઠ્ઠી બાબતે માથાકૂટ થઈ હતી: જયદીપ તરફે પણ તેના પરિવારે કરી હતી રજૂઆય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન વિભાગના ડો. પાર્થ પંડ્યા પર લોહીની ચિઠ્ઠી બાબતે ૨૯મીએ રાત્રે દર્દીના પરિચિત શખ્સ જયદીપે હુમલો કરી બેફામ માર મારી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી. આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપી ન પકડાતા સિવિલ હોસ્પિટલના જુનિયર તબીબોએ બુધવાર સાંજથી હડતાલ શરૂ કરી દીધી હતી. દરમિયાન આજે સાંજે પ્ર. નગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા અને ટીમે આરોપીને પકડી લઈ પુછતાછ આદરી છે.

 જાણવા મળ્યા મુજબ પોલીસે આરોપી જયદીપ પીયૂષભાઈ ચાવડા (ઉ.વ.૨૭) રહે. અયોધ્યા ચોક, રાધા રેસિડેન્સી મકાન ન. ૫૫ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ડોકટર પર હુમલાની ઘટના બાદ જયદીપ તરફે પણ તેના માતા સહિતે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી કે જયદીપ દર્દીને લોહી આપવા ગયો હતો ત્યારે તબીબ તરફથી વર્તન યોગ્ય નહોતું અને જયદીપને પણ ભારે મારકુટ થઈ હતી. પોલીસ વિશેષ તપાસ કરી રહી છે

(7:07 PM IST)