તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
અશ્વપાલન ગ્રંથઃ ઘોડાના ૧૨૧ મુદાઓ સાથેનું પુસ્તક
રાજકોટ ઝુ ના પૂર્વ સુપ્રીટેન્ડ ડો.એમ.જી. મારડીયા દ્વારા પોતાના અનુભવોનો અશ્વપાલનની ઝીણવટી માહિતિનો શબ્દોમાં નિચોડ

રાજકોટઃ વિશ્વમાં સાસણ ગીર પછી એશીયાટીક સિંહોનું બીજુ ઘર હોય તો તે છે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક શહેરના આજીડેમ પાસે ૯૦ના દાયકામાં ઝુ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે ઝુ સુપ્રીટેન્ડર તરીકે જુનાગઢથી ડો.એમ.જી. મારડીયાએ ચાર્જ સંભાળ્યો અને એક પછી એક પગલા દ્વારા આજે નાનકડા ઝુ ના બદલે આખુ પ્રદ્યુમન પાર્ક વિવિધ વન્યજીવોથી સમૃધ્ધ બન્યુ છે.
ડો.એમ.જી. મારડીયા હાલ નિવૃત પણ પ્રવૃત જીવન જીવી રહયા છે. અમેરિકા ખાતે નાના પુત્ર ડો.જય સાથે રહે છે. ડો.મારડીયા દ્વારા અશ્વપાલકો- પ્રેમીઓ માટે પોતાના વેટરનરી ડોકટરની કારર્કિર્દી દરમ્યાનના અનુભવોના નિચોળ સમાન દળદાર પુસ્તક ‘‘અશ્વ પાલન ગ્રંથ''નું લેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક તેમણે અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને ભેટ આપ્યુ હતું.
આ ઉપરાંત તેમણે જીવો, પાંજરાપોળ અને પ્રાણી ઓૈષધ સહિતના ક્ષેત્રે ૭ જેટલા પુસ્તકો જીવ પ્રેમીઓ માટે લખ્યા છે. આ પુસ્તકનું લેખન ડો.મારડીયા દ્વારા અમેરિકામાં કરવામાં આવ્યું છે, જયારે તેનું પ્રકાશન રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે.
અશ્વપાલન ગ્રંથના લેખક ડો.મારડીયા આ માહિતિસભર પુસ્તક અંગે જણાવે છે કે, સમય મુજબ અશ્વપાલનની રીત બદલાતી રહેતી હોઈ તેમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે. અશ્વપાલન એટલે માત્ર અશ્વને ચારો-પાણી કરવો અને ઠાણિયું સાફસુતરું રાખવું તેમજ મનપસંદ અનાજ અશ્વને આપવાની ફરજ બજાવવા પૂરતું નથી. અશ્વપાલન એક વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જ તેનો અમલ થવો જરૂરી છે.
સમજ સાથે અશ્વની દેખભાળ કરવા માટે અશ્વપાલકોએ અશ્વની શારીરિક રચના, શરીરના જુદા જુદા તંત્રો અને તેના કાર્યો, બીમારી અને અશ્વની વર્તણુકની જાણકારી હોવી જરૂરી છે. અશ્વપાલક અશ્વ વિશે વધુ જાણતો અને સમજતો થાય ત્યારે અશ્વપાલનમાં સુધારો થાય. અશ્વપાલનમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. જેમકે, અશ્વની તંદુરસ્તીના પ્રાથમિક લક્ષણો જાણવા, પ્રાથમિક સારવાર, ખોરાક, રહેઠાણ, પગની કાળજી, દાંતની કાળજી,આંત્રકળમિની સારવાર, રસીકરણ, સંવર્ધન, ઉછેર, તાલીમ, નાલબંધી, અશ્વને થતી જુદી જુદી બીમારી અને બીમારીના લક્ષણો, અશ્વના શરીરની એકંદર કાળજી, અશ્વને કસરત કરાવવી વગેરે.
ઉપરોક્ત હક્કીકતને સાર્થક કરવા, અશ્વ વિશે પ્રકાશ પાડવા સાથે અશ્વપાલનની વાસ્તવિકતાને નજીકથી સમજાવવાનો તથા અશ્વપાલનને આગળ લઇ જવા અશ્વપાલન ગ્રંથ પુસ્તક થકી પ્રયત્ન કરેલ છે. આધુનિક અશ્વપાલનને પધ્ધતિસર કાગળ પર મુકવામાં આવ્યું છે. અશ્વ પોતે એક પુસ્તક છે. તેને વાંચતા શિખવા માટેની ગુરુ ચાવી આ પુસ્તક છે. આ પુસ્તકમાં અનેક ચિત્રનો સમાવેશ કરી વિષય વસ્તુને સમજાવવા અને રસપ્રદ બનાવવા પ્રયત્ન કરેલ છે.
અશ્વપાલક સારો અશ્વપાલક બને, અશ્વ અને અશ્વની દુનિયાને સમજે અને અશ્વ સાથેની જિંદગી સાચા સાથીદાર તરીકે આનંદથી માણી શકે તે માટે, વિકસિત દેશના આધુનિક સાહિત્યના વિશાલ પટમાંથી વિષય વસ્તુનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. અનેક અનુભવી અને જાણતલ લોકોની કિંમતી સલાહ પણ મળવેલ છે. અશ્વના જીવનનો આખો નકશો દોરેલો છે. અશ્વની વિશાળતા આગળ આપણે ઘણા નાના કહેવાય છતાં અશ્વ સાથે નાતો બાંધનાર સારા અશ્વપાલક, અશ્વમાલિક અને અશ્વસવાર બની શકે તે માટે મદદરૂપ થવા મારી પાસે જે જાણકારી છે, તે થકી અશ્વપાલકોના સ્વપનને આંગળી આપવા પ્રયત્ન કરેલ છે.
આ પુસ્તક લખવાનો મારો હેતુ આધુનિક અશ્વપાલન થકી અશ્વની સુખાકારી જોવાનો છે. સૌ પ્રથમ અમારું અશ્વ દર્પણ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે અશ્વપાલકો, અશ્વ પ્રેમીઓ અને શોખીનો તરફથી અભુતપૂર્વક આવકાર મળ્યો હતો. અશ્વપાલન ગ્રંથ વાચકોમાં એટલો જ આદર પામશે અને અશ્વપાલકને ઉપયોગી માહિતી પૂરી પાડવાનો પરદેશની ધરતી પરનો અમારો વર્ષોનો પરિશ્રમ સફળ થશે તેવી આશા રાખું છું. અશ્વ અને અશ્વપાલન સંબંધી પીરસેલ જાણકારી લોકોને ગમે અને લોકો સ્વીકારશે તો, હું વધુમાં વધુ ધન્ય થઇશ.
જે લોકો પધ્ધતિસર અશ્વપાલન કરવા ઇચ્છે છે તેમજ અશ્વપાલન અને અશ્વ સાથેની જીંદગી શું છે તે શોધવા કે જાણવા માંગતા હોય તેના માટે અશ્વપાલન ગ્રંથ એક આગવું પુસ્તક છે. અશ્વ જિજ્ઞાસું, અશ્વપાલન કર્તવ્યને પ્રાથમિકતા આપતા અશ્વપાલકો, અશ્વસવારો, અશ્વને તાલીમ આપનાર, પશુચિકિત્સક, પશુધન નિરીક્ષક, નાલબંધ અને પોતાના અશ્વને વિશેષ સારી રીતે સમજવા માંગતા અનુભવી અશ્વપાલકો અને અશ્વ સાથે જોડાયેલ તમામ માટે અચુક વસાવવા યોગ્ય છે. પ્રાણી અને પક્ષી મારા જીવન સાથે વણાય ગયેલ છે. હું તેનો ઘણો ઋણી છું. જે ઋણ ચુકવવાના પ્રયાસરૂપે અશ્વપાલકોને અર્પણ કરું છું. આશા રાખું છું કે દિવ્ય મહેકથી અશ્વપાલન મઘમઘી ઊઠશે.
આ પુસ્તક તૈયાર કરવા માટે નામી અનામી જે કોઈનો સહકાર મળેલ છે, તેમજ જેઓની અભ્યાસ સામગ્રીનો ઉલ્લેખ કર્યો છે, તે સહુનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તુત વિષયને અમારી દ્રષ્ટિએ ચર્ચવાનો પ્રયત્ન કરેલ છે. એમાં કોઈ પ્રકારની ત્રુટિ હોય તો, વાચક વર્ગ ઉદારતાથી ક્ષમા કરે તેવી વિનંતી. આ પુસ્તક તૈયાર કરવા માટે ઉત્સાહ પ્રેરવા અને સહભાગી થવા મારા ધર્મ પત્ની શ્રીમતિ ગીતાનો ખાસ આભાર વ્યક્ત કરું છું. અમેરિકાની ધરતી પર જરૂરી મદદ પૂરી પાડવા ચિ. પુત્ર વધુ શ્રીમતિ પૂનમ અને ચિ. ડો. જય પણ એટલા જ આભારને પાત્ર છે. તેમજ લંડનની ધરતી પર રહી હરહંમેશ ઉત્સાહ પ્રેરવા માટે ચિ. ડો. દુષ્યંત, ચિ. પુત્રવધુ શ્રીમતિ અના અને ચિ. પૌત્ર અપાન અને દેવ પણ આભારને પાત્ર છે. અજાણ્યા મુલક અને લોકો વચ્ચે દાદાને હરહમેશ ઉત્સાહમાં રાખનાર ચિ. પૌત્ર શિવાયનો આભાર જેટલો વ્યક્ત કરું એટલો ઓછો ગણાય.
આ પુસ્તકનું આમુખ લખી આપવા બદલ અમો મા. ધનશ્યામજી આચાર્યશ્રી શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલના ઋણી છીએ. અશ્વપાલન માટે સુયોગ્ય બનીએ, તે માટે પ્રયત્ન કરીએ, અશ્વપાલનને માણીએ, જીવીએ, અને તેની સુવાસને સકલ સળષ્ટિમાં પ્રસરાવીએ.(૨.૪)
ડો. મારડીયા દ્વારા લેખીત પ્રાણીજગતના અન્ય પુસ્તકો
નિવળતિમાં પ્રવળતિને સાશ્વત ભાવે સાર્થક કરતા સ્વાનુભવોને શબ્દોમાં મુકી, પ્રાણીઓના જીવનને ઉત્તરોત્તર સુખદાવી બનાવવાના પ્રયાસ રૂપે પ્રાણી સારવાર, દેખભાળ અને સાર સંભાળનું સ્તર ઉચું લાવવા, માતળભાષામાં અશ્વ દર્પણ (૨૦૧૧),પ્રાણી દર્પણ (૨૦૧૨), પાંજરાપોળ દર્શન (૨૦૧૨), શ્વાન દર્પણ (૨૦૧૩), પ્રાણી ઔષધ દર્પણ (૨૦૧૪), ગીર ગાય દર્શન (૨૦૧૬) અને ગૌ સંવર્ધનના સિધ્ધાંતો (૨૦૧૭) પુસ્તકો લખી અને પ્રકાશિત કરી કરેલ છે. આયખાના ઉતરાર્થને ભૂલી દરેક પ્રાણીને શાતા મળે તેવી અંગત મનોકામના અને પ્રાણી કલ્યાણનું સ્તુત્ય કાર્ય સાંસ્કળતિક પ્રાણી કલ્યાણનું સ્તુત્ય કાર્ય સાંસ્કળતિક અને સમાજિક સમન્વય સાથે વૈજ્ઞાનિક રસ ભેળવીને ઋણ પરત કરવાનો સનાતન પ્રયાસ અમેરિકામાં રહીને અવિરત કર્યા કરે છે. (૩.૧૬)
લેખક પરિચય
સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે ૧ લી જાન્યુઆરી, ૧૯૫૩ ના રોજ ખેડૂત કુટુંબમાં જન્મેલ ડો. મેઘજીભાઈ ગોપાલભાઈ મારડિયા ગ્રામ્ય સંસ્કળતિ, ખેતી અને પશુપાલનનું જ્ઞાન ગળથુથીની સાથે રાખીને ૧૯૭૬ માં પશુચિકિત્સા અને પશુપાલનનો અભ્યાસ આણંદથી પૂરો કર્યો. ત્યાર બાદ ગુજરાત રાજયના પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓમાં સફળતાપૂર્વક પશુચિકિત્સા અધિકારી સંવર્ગમાં તાંત્રિક કરજો બજાવી, ૧૯૯૨ થી રાજકોટ મહાનગર પાલિકાના પ્રાણીસંગ્રહાલયમાં અધીક્ષક તરીકે જોડાઈ, પ્રાણીસંગ્રહાલયના સ્થાપના, વિકાસ, વન્યપ્રાણી સંવર્ધન, રહેઠાણ, માવજત દેખભાળ અને પ્રાણીસંગ્રહાલયના વ્યવસ્થાપન જેવા કાર્યો સફળ રીતે પાર પાડી બેનમૂન પ્રાણીસંગ્રહાલય ઊભું કરવા નોંધનીય ફાળો આપી, ૨૦૧૧ માં, પાલતું તથા વન્ય પ્રાણીઓની સાર સંભાળ, દેખભાળ અને મેનેજમેન્ટના બહોળા અનુભવ સાથે વયનિવળત થયેલ. પોતાના સેવાકાળ દરમિયાન અનેક તાલીમ મેળવેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો અને મિટિંગમાં ઉત્કળષ્ટ યોગદાન આપેલ છે. આણંદ કળષિ વિશ્વવિદ્યાલયમાં સંશોધન પરીપદમાં પશુ સ્વાસ્થ્ય સંશોધન પેટા સમિતિ (૨૦૦૯-૧૦) માં વિષય નિષ્ણાંત તરીકે અને જુનાગઢ કળષિ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ સમિતિ (૨૦૧૪-૧૫) ના સદસ્ય તરીક સેવા આપેલ. તદઉપરાંત પશુચિકિત્સા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરતા વેટરનરી કોલેજના અનુતાાતક અને તાાતક વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સંશોધન કામગીરી માટે ગૌશાળા, પાંજરાપોળ અને પ્રાણીકલ્યાણની પ્રવળતિઓ કરતી સંસ્થાઓમાં સંકલનકાર તરીકે માનદ સેવાઓ આપેલ.
તેમજ પ્રાણીકલ્યાણના વિવિધ વિષયના પ્રસારક અને માર્ગદર્શક તરીકે અખબારો અને સામયિકોમાં માહિતી આપવા માટે કાર્યરત છે. કરૂણા ફાઉન્ડેશન રાજકોટની સ્થાપના અને તાંત્રિક કામગીરીના વિકાસ માટે માનદ માર્ગદર્શક તરીકે શરૂઆતથી અમારા પરદેશ ગમન (૨૦૧૭) સુધી સેવા આપેલ. (મો.૯૬૨૪૦ ૩૨૦૦૯- ફકત વોટસએપ)
-:: પ્રાપ્તિ સ્થાન ::-
અશ્વપાલન ગ્રંથ (મૂલ્ય રૂ.૧૦૦૦)
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.,
લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ,
ફોનઃ (૦૨૮૧) ૨૨૩૨૪૬૦, ૨૨૩ ૪૬૦૨
મો. ૯૨૬૫૦ ૪૪૨૬૨
(12:09 PM IST)










