<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

નવા દોઢસો ફુટ રીંગ રોડ પર ટ્રકે બાઇકને ઉલાળતાં ઓરીસ્‍સાના શબીર ઉર્ફ કાલુનું મોત

બાંધકામ સાઇટ પરથી વેજાગામ જતી વખતે બનાવઃ પાછળ બેઠલા મિત્ર ડોલામણીને ઇજાઃ ટ્રક મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૨: શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીન બઝ કાફે સામે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. પુરઝડપે આવતા ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા બાઈક ચાલક ઓડિશાના ૨૫ વર્ષીય યુવાનનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે, જ્‍યારે પાછળ બેઠેલા તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મુળ ઓડિશાના કલાહાન્‍ડી જિલ્લાના વતની અને હાલ કાલાવડ રોડ પર રત્‍નાવિલેજ પેલેસ સાઈટ પર સેન્‍ટિંગ મજૂરી કામ કરતા ડોલામણી સહદેવ ઘીવેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેનો મિત્ર શબીર ઉર્ફે કાલુ માંઝી  બપોરે આશરે બે વાગ્‍યે પોતાના મિત્ર પ્રદીપનું મોટરસાયકલ નં. જીજે૦૦૩બીએફ-૬૦૨૯ લઈને વેજાગામ જવા નીકળ્‍યા હતા. શબીર બાઈક ચલાવી રહ્યો હતો અને પોતે પાછળ બેઠો હતો. આ દરમિયાન નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્‍યારે સામેથી આવતા ટ્રક નં. જીજે૦૩એટી-૩૪૮૪ના ચાલકે  પુરઝડપે અને બેફિકરાઈથી ટ્રક ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે બંને મિત્રો ફગોળાઈને રોડ પર પડ્‍યા હતા. જેમાં શબીર ઉર્ફે કાલુને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્‍થળે જ મળત્‍યુ નીપજ્‍યું હતું.

અકસ્‍માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. પરંતુ તબીબે શબીરને મળત જાહેર કર્યો હતો. અકસ્‍માત સર્જી ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો દાખલ કરી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી હતી. બનાવની જાણ  મળતક યુવાનના પરિવારજનોને થતાં  તેઓ સિવિલ હોસ્‍પિટલ પહોંચ્‍યા હતાં. પોસ્‍ટમોટર્મમ બાદ મૃતદેહ તેમને સોંપાયો હતો

(2:50 PM IST)