<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જંગલેશ્વરમાંથી ૪૦૦ લોકો નોટીસ અંગે ગેરહાજર રહેતા સવારથી ફરી તમામને નોટીસો ફટકારાઇ

તમામને ૮ જાન્‍યુ.એ બોલાવાયાઃ સર્કલ સત્‍યમ તથા સ્‍ટાફ દ્વારા કાર્યવાહી

 

રાજકોટ, તા.,૨ :  જંગલેશ્વર વિસ્‍તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે મામલતદાર કચેરી ખાતે ૧૩૫૦ દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી ૪૦૦ જેટલા લોકો ગેરહાજર રહેતા ફરી એક વખત આજે તમામ ગેરહાજર ને નોટિસ આપવામાં આવી છે અને આગામી ૮ તારીખે પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ દિવસોમાં લોકોને બોલાવવામાં આવ્‍યા છે જેમાં સોમવારે ૫૯૦ લોકો, મંગળવારે ૫૪૦ લોકો, બુધવારે ૨૬૦ લોકોને બોલાવવામાં આવ્‍યા હતા. જેમાંથી ૪૦૦ જેટલા લોકો પુરાવા સાથે હાજર ન રહ્યા હતા જેમને ફરીથી એકવાર આજે નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી આઠ તારીખના રોજ પુરાવા સાથે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. (૪.૧૨)

(3:00 PM IST)