<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

નવનાત વણિક સમાજ દ્વારા ફેબ્રુઆરીમાં યુવા મેળો

રાજકોટ માટે રજીસ્‍ટ્રેશન ચાલુ : આયોજન ૧૫ ફેબ્રુઆરીએ : સ્‍થળ હવે જાહેર કરાશે

રાજકોટ તા. ૨ : વણિક સમાજના અલગ અલગ ફીરકા જૈન સમુદાયોને એક કરવા રચાયેલ ‘નવનાત વણિક સમાજ' દ્વારા આગામી તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ગત ૨૮ ડીસેમ્‍બર ૨૦૨૫ના ભાવનગર ખાતે યોજાયેલ પ્રથમ યુવા મેળાની સફળતા ધ્‍યાને લઇ દર ૪૫ દિવસે એમ ટોટલ ૬ યુવા મેળા યોજવા સંકલ્‍પ કરાયો હતો. તે અંતર્ગત આગામી તા. ૧૫ ફેબ્રુઆરીના યુવા મેળો જાહેર કરાયો છે. જેનું સ્‍થળ હવે પછી તા. ૧ ફેબ્રુઆરીના જાહેર કરાશે.

યુવા મેળામાં રાજકોટના વણિક સમાજના દીકરા-દીકરી ડીવોર્સી એમ ર૦૦ ની સંખ્‍યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રૂ.૩૨૦ ભરીને રજીસ્‍ટ્રેશન કરાશે. બાયોડેટા કલર કોપી સાથે વોટસએપ કરવાનું રહેશે. ફુડ પાસ માટે અલગથી ચાર્જ વસુલાશે.

દીકરીએ રજીસ્‍ટ્રેશન અને ફુડ પાસના મળી ૩૨૦+૬૦૦ મળી રૂ.૯૨૦ પરત આપી દેવાશે. રાજકોટ રજીસ્‍ટ્રેશન માટે ઇન્‍ચાર્જનો સંપર્ક કરી બાયોડેટા વોટસએપ નં. ૯૮૯૮૭ ૫૨૭૬૦ ઉપર મોકલી દેવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના રાષ્‍ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીસી, મયુરભાઇ શાહ, જીજ્ઞેશભાઇ વાગડીયા, ભરતભાઇ પારેખ, સમીરભાઇ ઘોડાદરા, ભરતભાઇ પારેખ, જસ્‍મીનભાઇ દેસાઇ, વીજયભાઇ શાહ, મહિલા પ્રતિનિધિઓ નમ્રતાબેન શાહ, સ્‍વીટીબેન મહેતા, આશાબેન ગોસલીયા, રમીલાબેન શાહ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:06 PM IST)