News of Friday, 2nd January 2026
દબાણ શાખાનો સપાટોઃ વિવિધ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય- સામાજીક ૪ હજારથી વધુ બોર્ડ- બેનરો જપ્ત
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ ૭૦૦થી વધુ રેકડી, કેબીન અને પરચૂરણ માલ-સામાનના દબાણો હટાવાયાઃ ૨.૨૫ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. રઃ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૧૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૭૨ રેકડી-કેબીન,૬૫૪ અન્ય ચીજવસ્તુઓ, ૩૭૬૯ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું તથા મંજુરી વિનાના ૪૬ર૦ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન,આનંદ બંગલા ચોક,રામનાથ પરા,રૈયા રોડ,નંદનવન પાર્ક,રવિવારી આજીડેમ,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ ૭૨ રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
જ્યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કળષ્ણનગર મે.રોડ,રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય ૬૫૪ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જયારે જામનગર રોડ, લક્ષ્મીનગર, જ્યુબેલી, યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી હિન્દ પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૩૭૬૮ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
૧.રપ લાખનો દંડ
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂ.૧,૨૪,૦૫૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૦૨,૫૩૫ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
બોર્ડ-બેનર જપ્ત
આ ઉપરાંત જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક પરથી મંજુરી વિનાના રાજકીય-સામાજીક સંસ્થાના ૪૬૨૦ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા છે.
(4:12 PM IST)










