<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

શહેરમાં છેલ્લા ૧ વર્ષમાં ઘી-તેલ-દૂધ સહિતના ર૧ નમૂના થયા નાપાસ

મનપા ફૂડ વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય ચીજોના ૩૯૧ નમૂના લેવાયા : ૩૦ વેપારીઓને ૧૧.૭૧ લાખનો દંડ ફટકારાયો : એક ધંધાર્થીને પાંચ વર્ષની સજા ફટકારાઇ

રાજકોટ તા.૨: મનપા ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યા કરવામાં આવેલ ચેકિંગ કામગીરીનો એક વર્ષનો રિપોર્ટ જાહેર કર્યો જે મુજબ ઘી-તેલ-દુધ સહિતના ૨૧ રિપોર્ટ ફેઇલ કરવામાં આવ્‍યા હતા અને વિક્રેતાઓ વિરૂધ્‍ધ એજ્‍યુડિકેટીંગ કાર્યવાહી હાથ ધરી રૂા.૧૧.૭૧ લાખનો દંડ ફટકારવામાં આવેલ તેમજ અલગ-અલગ ચીજ વસ્‍તુના કુલ ૩૯૧ નમુના લઇ લેબમાં મોકલેલ અને ૨૧૭૯ લાયસન્‍સ ઇસુ કરી ૧૧૧૬ વેપારીઓને નવા લાયસન્‍સ રજિસ્‍ટ્રેશન કર્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૫માં કરવામાં આવેલ સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ- ૭૮ પેઢીની તપાસ કરવામાં આવેલ જેમાંથી મળી આવેલ પડતર/વાસી/એક્‍સપાયરી જેવી કુલ -૩૩૦૫ કિ.ગ્રા. અખાદ્ય સામગ્રીનો જથ્‍થો માનવ આહાર માટે યોગ્‍ય ન હોય જાહેર આરોગ્‍યના હિતાર્થે નાશ કરવામાં આવેલ છે. વર્ષ-૨૦૨૫ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ ખાદ્યચીજોના નમૂના અંગે નામદાર એજ્‍યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કુલ -૩૦ એજ્‍યુડિકેશન અરજી (સિવિલ કેસ) દાખલ કરવામાં આવેલ.

એજ્‍યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કુલ-૩૦ ચાલી જતાં તેના આપેલ ચુકાદા મુજબ સદર કેસ અંગેના જવાબદારોને કુલ મળી રૂ.૧૧,૭૧,૦૦૦/- નો દંડ કરવામાં આવેલ. મ્‍યુનિસિપલ કોર્ટ સમક્ષ અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજો અંગે દાખલ કરવામાં આવેલ ફોજદારી (ક્રિમિનલ) કેસ અંગે વર્ષ-૨૦૨૫માં જ્‍યુડિશલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ -મ્‍યુનિસિપલ કોર્ટ સમક્ષ ૨ કેસ ચાલી જતાં જાહેર કરેલ ચુકાદા અંગે બંને કેસમાં જવાબદારોને કુલ મળી રૂ.૨૩,૦૦,૦૦૦/-  દંડ તથા સદર કેસોના પ્રત્‍યેક જવાબદારોને ૫ વર્ષની સખત કેસની સજાનો હુકમ કરવામાં આવેલ હતો.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વર્ષ-ર૦રપ (૦૧-જાન્‍યુઆરી-ર૦રપ થી ૩૧ ડિસેમ્‍બર-ર૦રપ સુધી)માં નીચે મુજબની વિગતે કામગીરી કરવામાં આવેલ છે.  ફૂડ સેફટી એકટ-ર૦૦૬ હેઠળ અલગ-અલગ કેટેગરીના ધંધાના પ્રકાર મુજબના વર્ષ-ર૦રપમાં નીચે મુજબની વિગતે ફૂડ લાઇસન્‍સ તથા રજીસ્‍ટ્રેશન ઇસ્‍યુ કરવામાં આવેલ.

* ઇસ્‍યુ કરેલ લાઇસન્‍સ-૧ર૬૯

* ઇસ્‍યુ કરેલ રજીસ્‍ટ્રેશન-૧૧૧૬.

કેટેગરી વાઇઝ લીધેલ નમૂના

ધી                   ૧૭

દૂધ અને દૂધની બનાવટ      ૮૪

ઓઇલ એન્‍ડ ફેટસ    રર

મરી મસાલા          ૪પ

પ્રિપેર્ડ ફૂડ તથા અન્‍ય ખાદ્યચીજો       રર૩

             કુલ લીધેલ નમૂના ૩૯૧

 

કયા કયા નમૂના નાપાસ થયા

* શુધ્‍ધ ધી -૫

* દૂધ -૭

* અન્‍ય ડેરી પ્રોડકટ્‍સ -૫

* મસાલા -૨

* પેકેજ્‍ડ ડ્રિંકિંગ વોટર -૧

* ખાદ્યતેલ -૦૧

(3:46 PM IST)