<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

શહેરમાં વરસાદી પાણી નહીં વેડફાયઃ ચોમાસા પહેલા વાવડીમાં સ્‍પોન્‍જ પાર્ક બનશે

સંગ્રહ પ્રક્રિયાથી પાણી ભરાવાની સમસ્‍યા ઘટશેઃ ગાર્ડનમાં કરાશે ઉપયોગઃ વિસ્‍તારમાં બોરના તળ ઉંચા આવશે મનપા વોર્ડ નં.૧૨માં તપન હાઇટ્‍સની બાજુમાં ૨૮૦૦૦ ચો.મી. જમીન ઉપર ૨૭ કરોડના ખર્ચે કરશે નિર્માણઃ ટેન્‍ડર પ્રક્રિયાની તજવીજ

રાજકોટ તા.૨:  શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્‍યવાસ્‍થા પુરતા પ્રમાણ ન હોવાથી દર ચોમાસે શહેર જળબંબાકાર થઇ જાય છે. જયારે વહી જતુ પાણી વેસ્‍ટ થતુ હોય મનપા દ્વારા એક નવી યોજના બનાવી છે. જે મુજબ પ્રારંભીક તબબકે વાવડી અને મવડી વિસ્‍તારના વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે વાવડી તપન હાઇટ્‍સની બાજૂમાં ૨૮૦૦૦ ચો.મીટર જગ્‍યા ઉપર રૂા.૨૭ કરોડના ખર્ચે સ્‍પોન્‍જ  પાર્ક બનાવવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરી છે.

આ અંગે સિટી ઇજનેરે આપેલ માહિતી મુજબ ચોમાસા દરમિયાન વરસાદી પાણી વોકળાઓ માફરતે ડેમમાં અથવા વેસ્‍ટ થઇ જાય છે. આ પાણીનો સદ્‌ઉપયોગ થઇ શકે તે માટે એક અલગ કોન્‍સ્‍પેટ તૈયાર કરવામાં આવ્‍યો છે. સ્‍પોન્‍જ પધ્‍ધતીથી પાણીને સોશી લેવામાં આવશે ત્‍યાર બાદ આ પાણીનો ઉપયોગ ગાર્ડનના વળક્ષોને સીંચાઇ કરવામાં આવશે. પ્રારંભીક તબબકે મવડી અને વાવડી વિસ્‍તારમાં આવેલ મુખ્‍ય વોકળાની બાજૂમાં તપન હાઇટ્‍સ પાસે મહાનગરપાલિકાના ૨૮૦૦૦ ચો.મીટર જગ્‍યા ઉપર સ્‍પોન્‍જ પાર્કનું નિમાણ કરવામાં આવશે.

આ પધ્‍ધતિથી વાવડી અને મવડી વિસ્‍તારના મોટાભાગના વરસાદી પાણીનો સદ્‌ઉપયોગ થઇ શકશે સ્‍પોન્‍જ પધ્‍ધતિમાં વરસાદી પાણીને સ્‍પોન્‍જ કરવામાં આવે છે. ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ સ્‍પોન્‍જ થયેલ પાણીની સીંચાઇ કરી બાજૂમાં તૈયાર કરવામાં આવેલ ગાર્ડનના વળક્ષો માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ વધારાનુ પાણી અન્‍ય જગ્‍યાએ ઉપયોગમાં લેવાશે

સ્‍પોન્‍જ પધ્‍ધતીથી પાણીને સોશીને જમીનમાં ઉતારવામાં આવે છે. તેમજ આ પધ્‍ધતિ થકી સ્‍પોન્‍જ થયેલ વધારાના ઉપરના પાણનો ઉપયોગ પ્રથમ કરવામાં આવે છે.

સિટી ઇજનેરે વધુમાં જણાવેલ કે, સ્‍પોન્‍જ પાર્કમાં સોશાયેલ વરસાદી પાણીના કારણે આ પાણી જમીનમાં ઉતરી ગયા બાદ આજૂબાજૂના વિસ્‍તારોના બોરના તળ પણ ઉચા આવશે. જેનાથી પીવાના પાણી સહિતની સમસ્‍યા મહદ અંશે હલ થઇ શકશે હાલ સ્‍પોન્‍જ પાર્ક માટેની ડીઝાઇન તેમજ ઇન્‍ફ્રાટ્રક્‍ચરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્‍યો છે અને અનુભવી એજન્‍સીને કામ આપવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 જે પૂર્ણ થયા બાદ પ્રોજેક્‍ટને મંજૂરી અર્થે સ્‍ટેન્‍ડિંગમાં મુકવામાં આવશે. ત્‍યારબાદ આવતા ચોમાસા પહેલા સ્‍પોન્‍જ પાર્ક તૈયાર થઇ શકે તે રીતનુ ઝડપી કામ હાથ ધરાશે. (૩.૧૬)

 

વોર્ડ નં.૧રમાં વિસ્‍તારવાસીઓને વધુ એક સુવિધાનો મળશે લાભ

રાજકોટ : શહેરના  નવા એવા વાવડી અને મોવડી વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી મનપા દ્વારા રમત-ગમત સંકુલ, કોમ્‍યુનીટી હોલ, આરોગ્‍ય કેન્‍દ્ર સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે ત્‍યારે વધુ એક વોટર સ્‍પોજ પાર્ક બનાવવા કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે. આમ વોર્ડ નં. ૧રના વિસ્‍તારવાસીઓને વધુ એક લોક ઉપયોગી સુવિધાનો લાભ મળશે. આ માટે યુવા મેયર અને કોર્પોરેટર પ્રદિપ ડવ સહિતના પ્રયત્‍નો સફળ થયા છે.

(4:02 PM IST)