<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અરવિંદભાઇ ગજજરની ટીમ પ વર્ષ માટે બિનહરીફ

સંસ્‍થાની સ્‍થાપનાથી જ સિલેકશન પધ્‍ધતિ અમલમાં: ટ્રસ્‍ટી મંડળમાં હોદ્દેદારોની વરણી

રાજકોટઃ  શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળની સાધારણ સભા તા. રપ/૧ર/ર૦રપ ના રોજ સફળતાપૂર્વક યોજાઇ ગઇ હતી. આ સાધારણસભાનો મુખ્‍ય એજન્‍ડા સંસ્‍થાની ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિની મુદત પૂર્ણ થતી હોઇ આવતા પાંચ માટે નવી ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિની નિયુકતિ કરવા અંગેનો હતો. સભામાં ઉપસ્‍થિત સભ્‍યોએ સંસ્‍થાની અત્‍યાર સુધીની કામગીરી, સમાજલક્ષી પ્રવૃતિઓ અને સંગઠનાત્‍મક પ્રગતિ અંગે ચર્ચા કરી હતી તથા સંસ્‍થાના ભવિષ્‍યના આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ સામાન્‍ય સભામાં સંસ્‍થાના હિત અને વિકાસને ધ્‍યાનમાં લઇ નિયમ મુજબ ચર્ચા અને વિચારવિમર્શ બાદ સર્વ સંમતિથી આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિની રચના કરવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાંઆવી હતી. અને અરવિંદભાઇ ગજજરની ટીમની ફરી પાંચ વર્ષ માટે બિનહરીફ નિમણુંક કરવામાં આવી હતી.

સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે, પ્રગતિ મંડળની સ્‍થાપના સને ર૦૦૭ માં થઇ ત્‍યારથી આજ સુધી હંમેશા સહમતિ અને સિલેકશન દ્વારા જ ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે સંસ્‍થાની પરંપરા મુજબ સહકાર, સોહાર્દ અને એકતા સાથે સંસ્‍થાનું સંચાલન થતું રહયું છે.

આ સંદર્ભે ભૂતપૂર્વ હોદેદારો મથુરભાઇ પાટણવાડીયા, જગદિશભાઇ સોંડાગર, અમરશીભાઇ ધારૈયા, અરવિંદભાઇ ગંગાજળીયા અને હાલના અધ્‍યક્ષ અરવિંદભાઇ ગજજર દ્વારા સંસ્‍થાની એકતા અને પરંપરા જળવાઇ રહે તે હેતુથી ચર્ચા વિચારવિમર્શ  અને સહમતિ માટે પ્રયત્‍નો  કરાફા હતા. યોગીનભાઇ છનીયારાએ સામાન્‍ય સભામાં એક મહત્‍વપૂર્ણ ઠરાવ રજુ કર્યો હતો કે હાલનું ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સંસ્‍થાના હિતમાં સારૂ પારદર્શક અને સમાજલક્ષી કાર્ય કરી રહી હોવાથી તેમને ફરી આવતા પાંચ વર્ષ માટે સામાન્‍ય સભા દ્વારા યથાવત ચાલું રાખવા જોઇએ, આ સાથે સામાન્‍ય સભામાં સ્‍પષ્‍ટરીતે જણાવવામાં આવ્‍યું હતું કે, જો કોઇ સભ્‍યને હાલના ટ્રસ્‍ટી મંડળ અથવા કારોબારી સમિતિ સામેકોઇ વાંધો કે આક્ષેપ હોય તો તેઓ ખુલ્લેઆમ રજુ કરે. આ પ્રસ્‍તાવ પર ચર્ચા બાદ હાજર તમામ સભ્‍યોએ તેને સ્‍વિકારી લીધો હતો અને ત્‍યારબાદ પુછપરછ કરવામાં આવી કે જો કોઇને હાલની ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિ  સામે વાંધો કે આક્ષેપ હોય તો જણાવે અન્‍યથા બહુમતીના આધાર પર હાલની પેનલને યથાવત ચાલુ રાખવામાં આવે.

આ પ્રસંગે કોઇપણ સભ્‍ય દ્વારા કોઇ વાંધો રજુ કરવામાં આવ્‍યો ન હતો પરીણામે બહુમતીથી ઠરાવ પસાર કરી હાલના ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિને ફરીથી પાંચ વર્ષ માટે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સામાન્‍ય સભામાં ઠરાવના આધારે નિયુકત ચુંટણી અધિકારી અમરશીભાઇ ધારૈયા દ્વારા હાલની પેનલને ચુંટાયેલ જાહેર કરવામાં આવી હતી.નવી નિમણુંક થયેલ ટ્રસ્‍ટી મંડળ અને કારોબારી  સમિતિ સંસ્‍થાના સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સતત કાર્યરત રહેશે, સમાજના સર્વાગી વિકાસ માટે પ્રતિબધ્‍ધ રહેશે એવો વિશ્વાસ સભામાં વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

સામાન્‍ય સભામાં સંપન્ન થયા બાદ ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિના સભ્‍યો દ્વારા હોદેદારોની નિમણુંક બાબતે એક વિશેષ બેઠક દરમ્‍યાન પરસ્‍પર ચર્ચા અને સહમતિ બાદ સંસ્‍થાના નિયમો મુજબ ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતિના હોદેદારોની નિમણુંક સભ્‍યોની બહુમતીથી આ મુજબ કરવામાં આવી,

ટ્રસ્‍ટી મંડળ અરવિંદભાઇ આર. ગજજર, અધ્‍યક્ષ, મહેન્‍દ્રભાઇ ઝીઝુવાડીયા, ઉપાધ્‍યક્ષ તથા ટ્રસ્‍ટી તરીકે અરવિંદભાઇ ગંગાજળીયા, મથુરભાઇ પાટણવાડીયા, રસીકભાઇ વઘાસણા, દલપતભાઇ ધારૈયા, જનકભાઇ ઉજણીયા, મુકેશભાઇ ઉછડીયાની બહુમતીથી નિમણુંક કરવામાં આવેલ. જયારે કારોબારી સમિતિમાં રમેશભાઇ સોનીગરા પ્રમુખ, પ્રફુલભાઇ કળસારા -ઉપપ્રમુખ, ગોપાલભાઇ ખંભાયતા-ઉપપ્રમુખ, રમણીકભાઇ પાટણવાડીયા-મંત્રી, વિમલભાઇ સોંડાગરા-ખજાનચી, નિતિનભાઇ બકરાણીયા- સહમંત્રી, નલીનભાઇ ગંગાજળીયા-સહખજાનચી તથા કારોબારી સભ્‍યો વિનોભાઇ ધારૈયા, જીતેન્‍દ્રભાઇ ધારૈયા, શૈલેષભાઇ માંડવીયા, મુકેશભાઇ એમ. ઉછડીયમા, રમેશભાઇ પાટણવાડીયા, દિપકભાઇ ચંદવાણીયા, સાવનભાઇ સોંડાગરા, તુષારભાઇ સોંડાગરા, રોહિતભાઇ સોંડાગરા, અલ્‍પેશભાઇ ખંભાયતા, પરેશભાઇ સોનીગરા અને દિપેશભાઇ મોડાસીયાની કારોબારી  સમિતિમાં બહુમતીના આધારે નિમણુંક કરવામાં આવેલ. 

(તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટના અરવિંદભાઇ ગજજર અને તેમની ટીમના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(4:10 PM IST)