તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
ન્યારા સદ્ગુરૂ દેવ ધ્યાન મંદિર ખાતે ભાગવત કથા અને શ્રીરામ ચરિત સમુહ પાઠનની ભવ્ય ઉજવણી
ગઇકાલે રામજન્મ અને કપિલ પ્રાગટયની ધામધુમથી ઉજવણી કરાઇઃ આજે નૃસિંહ પ્રાગટયની ઉજવણીઃ પરમ પૂજય શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ અને શ્રી મીરાબેન ભટ્ટની મધુર શૈલીમાં સમુહ પાઠ અને કથાનું વાંચનઃ રોજેરોજ પ્રાસંગિક કાર્યક્રમોની ઉજવણીઃ મોટી સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતીઃ ૯ મીએ પુર્ણાહૂતિ

રાજકોટ, તા. ૩: રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્યારા ગામે શ્રી સદગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્બરથી શ્રીરામ ચરિત માનસ સમુહપાઠ અને ભગવત કથાનું આયોજન કરવામાંઆવેલ છે.
આ કાર્યક્રમમાં શ્રીરામ ચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્યાસ પીઠ ઉપર વિદવાન રામાયણી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજની સંગીતમય મધુર શૈલીમાં સમુહ પાઠ કરી રહયા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ ઉપરથી કથાકાર પૂજયશ્રી મીરાબેન ભટ્ટની મધુર વાણીએ કથાનું વાંચન થઇ રહયું છે.
આ બંને કાર્યક્રમોમાં રોજેરોજ કથાના પ્રાસંગિક ઉત્સવો ઉજવાઇ રહયા છે. ગઇકાલ તા. ર ના રોજ શ્રી રામ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. આજે તા. ૩ ના રોજ શ્રી રામ વિવાહની ઉજવણી યોજાઇ હતી.
કથાના એક જ મંડપ નીચે બે મહાન ગ્રંથોના શ્રવણ નો લાભ શ્રોતાઓને મળી રહયો છે. ગઇકાલ શુક્રવારે શ્રી રામજન્મ સાથે કપિલ પ્રાગટયની ઉજવણી પણ કરાઇ હતી.
આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવમાં આવી છે. આ માટે શ્રી રાજુભાઇ માનસતા, હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહયા છે તેમજ તેઓની સાથે અન્ય ટ્રસ્ટીઓ રાજુભાઇ નથવાણી, ભાવેશભાઇ માનસતા, ભાવેશભાઇ પાબારી, ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસતા તેમજ ન્યારાની સ્થાનિક સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
આ કથાની પુર્ણાહુતિ તા. ૯ જાન્યુઆરીએ થનાર છે. દરમ્યાન દરરોજ ભકિતમય વાતાવરણમાં સમુહ પાઠ અને કથાનું વાંચન થઇ રહયું છે. ન્યારા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો આ ભકિતમય કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભ લઇ રહયા છે.
શ્રીમદ ભાગવત નવાન્હ પારાયણ કથામૃંત દરમ્યાન આજરોજ શ્રી કપીલ ભગવાનના પ્રાગટય મહોત્સવનું આખ્યાન પુજય શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા રસપ્રદ અને સંગીત સભર રીતે વર્ણાન્વિત કરેલ અને સર્વે ભકતોએ શ્રી કપીલ ભગવાનના જયધોષ સાથે ઉત્સવની ઉજવણી કરેલ.
ઉત્સવ દરમ્યાન સર્વે ગુરૂભકતોએ બપોરના તેમજ સાંજના સમયે મહાપ્રસાદનો લ્હાવો લીધેલ.
દ્વિતિયસત્ર પુર્ણ થતા મહારાજશ્રી જયરામદાસએ સર્વે ગુરૂભકતોને આર્શિચવન પાઠવેલ.
શ્રી સદગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ ન્યારા આયોજીત શ્રી રામચરિત માનસ સમૂહ પઠન તથા શ્રીમદ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરેલ છે તે કથા દરમ્યાન આજરોજ શ્રી રામચરિત માનસ સમુહ પઠનના પ્રથમ સત્રમાં શ્રી રામપ્રભુના જન્મોત્સવનો દિવ્ય પ્રસંગ ભકિતભાવ પૂર્વક વકતાશ્રી શ્યામસુંદરજી મહારાજ દ્વારા વર્ણાન્વીત થયેલ અને દરેક ગુરૂભકતો પ.પૂ. મહારાજશ્રી જયરામદાસજીના સાનિધ્યમાં ઝુમી ઉઠેલ અને રસતરબોળ થયેલ
(1:22 PM IST)










