<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

અકસ્‍માતમાં ઘાયલ નેપાળી યુવાનનું મોત ડોક્‍ટરની હડતાલને કારણે થયાનો આક્ષેપ: જુઓ વિડિયો

આરએમઓએ કહ્યું-ઓપરેશન થઇ ગયું હતું, સારવાર ચાલુ જ હતીઃ હડતાલની અસર આ દર્દીની સારવાર ઉપર પડી નહોતીઃ રજૂઆત આવ્‍યે તપાસ કરાવશું

 

 

રાજકોટઃ સદર પોલીસ ચોકી પાસે વાહન અકસ્‍માતમાં ઇજા પામનાર વિનય થાપા નામના નેપાળી યુવાનનું સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયાની ઘટનામાં નેપાળી સમાજના આગેવાન સંજયરાજ સહિતનાએ આક્ષેપો કરતાં જણાવ્‍યું હતું કે વિનય થાપાને અકસ્‍માતમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં ઓપરેશન કરાયું હતું અને તે સફળ રહ્યું હતું. દર્દી વિનય થાપાને લોહી ચડાવવામાં આર્વ્‍ીયું હોઇ સામે લોહી જમા કરાવવાનું હતું. આ પછી જયદિપ ચાવડા લોહી આપવા આવ્‍યા ત્‍યારે તેની સાથે ન્‍યુરો વિભાગના ડોક્‍ટરે માથાકુટ કરી હતી. આ પછી ડોક્‍ટર હડતાલ પર ઉતરી ગયા હતાં. આ કારણે અમારા સમાજના દર્દી વિનય થાપાની સારવારમાં બેદરકારી રહી જવાથી તેનું મૃત્‍યું થયું હતું. આ કેસની સંબંધીતો યોગ્‍ય તપાસ કરે અને જવાબદાર તબીબ સહિતની સામે યોગ્‍ય પગલા લેવામાં આવે તેવી અમારી નેપાળી સમાજની માંગણી છે. દરમિયાન આ મામલે આરએમઓ એમ. એસ. રોયએ જણાવ્‍યું હતું કે દર્દીને અકસ્‍માતમાં ગંભીર ઇજા હતી અને તેની તુરંત સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. સારવારમાં કોઇ બેદરકારી દાખવવામાં આવી હતી. હડતાલ જુનિયત તબિબોની હતી. દર્દી જ્‍યાં દાખલ હતું ત્‍યાં સારવાર ચાલુ જ હતી. સારવારમાં કોઇ બેદરકારી દાખવવામાં આવી હોવાનું હાલ સામે આવ્‍યું નથી. અમારા સુધી રજૂઆત આવશે તો અમે તપાસ કરાવશું.

(3:11 PM IST)