News of Saturday, 3rd January 2026
પાર્સલની આડમાં રાજસ્થાનથી ૭૬ લાખનો વિદેશી દારૂ ભરી લાવ્યોઃ ધવલ ઝડપાયો
પેડક રોડના શખ્સે દારૂનો વેપલો કરવા મવડીમાં ભાડે મકાન રાખ્યું હતું પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને સમગ્ર ટીમની કામગીરી હેડકોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૩: શહેર પીસીબીની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મવડી પ્લોટની વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાંથી પોલીસે સામા કાંઠાના શખ્સને રૂા. ૭૬,૮૦૦ના દારૂ સાથે પકડી લીધો છે. આ શખ્સ રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી પાર્સલની આડમાં ખાનગી બસમાં દારૂના ચપલાઓનો જથ્થો ચડાવી દીધો હતો. રાજકોટ પહોંચી આ દારૂ ભાડાના મકાનમાં મવડી વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાંથી વેંચાણ કરે એ પહેલા પકડાઇ ગયો હતો.
દારૂ-જૂગારના કેસ શોધવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં મવડી પ્લોટ વૃંદાવન સોસાયટી-૬માં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહિથી ધવલ મનસુખભાઇ સોજીત્રા (ઉ.વ.૩૫-રહે. આર્યનગર-૧૩નો ખુણો પેડક રોડ) દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસે ધવલના કબ્જામાંથી રૂા. ૭૬૮૦૦ના ૧૮૦ એમએલના મેકડોવેલ ડબલ બેરેલ વ્હીસ્કીના ૪૮૦ ચપલા કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ધવલ અગાઉ પણ દારૂના ગુનામાં પકડાઇ ગયો છે. તેણે મવડી વિસ્તારમાં દારૂનો ધંધો કરવા જ મકાન ભાડેથી રાખ્યું છે. તે રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂના ચપલાનો જથ્થો ખરીદી તેના પાર્સલ બનાવી નાંખ્યા હતાં. આ પાર્સલ ખાનગી બસમાં ચડાવી દીધા હતાં અને રાજકોટથી પાર્સલ છોડાવી લીધા હતાં. આ જથ્થો પોતે ભાડે રાખેલા ઘરે પહોંચાડી દીધો હતો. જો કે ત્યાંથી તે ગ્રાહકોને વેંચે એ પહેલા પીસીબીની ટીમે પકડી લીધો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કરણભાઇ મારૂ, હરદેવસિંહ રાણા, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(4:15 PM IST)










