News of Saturday, 3rd January 2026
રાજકોટ જીલ્લાના યુનિટ જજ સાથે બાર કાઉન્સીલના દિલીપ પટેલ અને બાર એસો.ની નવી ટીમની શુભેચ્છા મુલાકાત યોજાઇ
એડવોકેટ ભવન-જજોની ટ્રાન્ફર, પોસ્ટ ઓફિસની સુવિધા સહિતના મુદ્દાઓની રજુઆત

રાજકોટ તા. ૩: ગત તારીખ-૧/૧/૨૦૨૬ ના રોજ નામ. ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટીસ તથા રાજકોટ જીલ્લાના યુનીટ જજ શ્રી ઈલેશ વોરાની શુભેચ્છા મુલાકાત સરકીટ હાઉસ રાજકોટ ખાતે રાજકોટ બાર એશો. ના હોદેદારો દ્વારા લેવામા આવેલ જેમા જસ્ટીસ વોરા સમક્ષ એડવોકેટ ભવન માટે જે ગ્રાઉન્ડ ફલોર તથા ૪ માળ ની જે મંજુરી આપવામા આવેલ છે તેમા વહીવટી મંજુરી મળી ગયેલ હોય જે આવતા બજેટમા સમાવી તાત્કાલીક એડવોકેટ ભવન નુ બાંધકામ શરૂ થશે તે અંગે ની ખાત્રી આપેલ. તેમજ તાજેતરમાં રાજકોટ ના જોઈન્ટ ડીસ્ટ્રીકટ જજ શ્રી પુરાણી તથા ડી.એસ. સીંગની ટ્રાન્સફર થતા તે કોર્ટો મા રહેલા પેન્ડીંગ કેસો સબંધે અસીલો અને વકીલો ને પરેશાની થતી હોય જેથી મીડ ટર્મ મા ટ્રાન્સફર ન થાય તથા રાજકોટ મા જે પ્રકારે કેસ પેન્ડીંગ છે તે સંદર્ભે તાત્કાલીક જજની ભરતી થાય તે અંગે ની રજુઆત કરવામા આવેલ તથા રાજકોટ બાર એશો. ના તમામ એડવોકેટો ના તથા અસીલો ના હીતમા જે પોસ્ટ ઓફીસ અંગે ની જગ્યાની ફાળવણી થઈ ગયેલ હોય તેમજ તે અંગે નો કબજો પણ સોંપી આપેલ હોય જેથી તાત્કાલીક પોસ્ટ ઓફીસ શરૂ થાય તે માટે વીનંતી કરવામા આવેલ હતી.
ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટીસ તથા રાજકોટ જીલ્લાના યુનીટ જજ શ્રી ઈલેશ વોરા સમક્ષ જે રજુઆત કરવામાં આવેલ અને જે પ્રકારે તેઓ સાથે વીચાર વીર્મશ કરવામા આવેલ તેમા શ્રી વોરા સાહેબે ખાત્રી આપેલ કે ટુંક સમય મા જ એડવોકેટ ભવન નુ બજેટ પાસ થયે બાંધકામ શરૂ થશે તથા જે જજો ની જગ્યા ખાલી છે તેની જગ્યાએ નવા જજો ની નીમણુક કરવામા આવશે તથા જે પોસ્ટ ઓફીસ ની જગ્યા કોર્ટ પ્રીમાઈસીસ મા આપવામા આવેલ છે તે તાત્કાલીક શરૂ થશે તેવી ખાત્રી આપેલ છે.
ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટીસ તથા રાજકોટ જીલ્લાના યુનીટ જજ શ્રી ઈલેશ વોરા સમક્ષ રજુઆત કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના કો. ચેરમેન શ્રી દીલીપભાઈ પટેલ, રાજકોટ બાર એશો. ના પ્રમુખ શ્રી સુમીત વોરા, પુર્વ પ્રમુખ પરેશ મારૂ, ઉપ પ્રમુખ સીધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નીલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતીબેન માકડીયા, લાયબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ તથા કારોબારી સભ્યો હીરલબેન જોષી, નીશાબેન બી. લુણાગરીયા, મીનલબેન એ. સોનપાલ, સ્તવન જી. મહેતા, ભાર્ગવ જે. પંડયા, વીજયકુમાર કે રૈયાણી, સંજય એમ. ડાંગર, અશ્વીન જી. રામાણી, કલ્પેશ એલ. સાકરીયા તથા દિપ પી. વ્યાસ દ્વારા શુભેચ્છામુલાકાત લેવામા આવેલ.
(2:50 PM IST)










