<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સોમવારથી ઓપન ગુજરાત સોની સમાજ રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્‍ટ - ૨૦૨૬ : ચોક્કા - છગ્‍ગાની જામશે રમઝટ

જામનગર રોડ સ્‍થિત ગ્રીન ફિલ્‍ડ ગ્રાઉન્‍ડ પર વીકે વોરિયર્સ ચેલેન્‍જ કપમાં મહાજનો વચ્‍ચે જામશે બેટ-બોલનો મુકાબલો : ફ્રેન્‍ક પંગસ્‍ટર્‌ ગ્રુપ દ્વારા સતત ૧૧માં વર્ષે આયોજન

 

રાજકોટ : સોનીબજારમાં સેવાકીય પ્રવૃત્તિથી આગવી ધરાવતા  ફ્રેન્‍ક યંગ સ્‍ટર ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ઓપન ગુજરાત સોની સમાજ રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્‍ટ આયોજન કરાયું છે. છેલ્લા દસ વર્ષથી સતત સફળ આયોજન થકી સોની સમાજની રમત ગમત ક્ષેત્રની ઉગતી પ્રતિભાઓને જબરજસ્‍ત પ્‍લેટફોર્મ પૂરૂં પાડતા ફ્રેનક યંગ સ્‍ટર ગ્રુપ દ્વારા આગામી તા, ૫ને સોમવારથી તા,૯ જાન્‍યુઆરી સુધી સાંજે ૫ થી રાત્રીના ૧ સુધી ગ્રીન ફિલ્‍ડ ગ્રાઉન્‍ડ આદર્શ માર્બલ પહેલા જામનગર રોડ ખાતેના રળિયામણા મેદાનમાં વીકે વોરિયર્સ ચેલેન્‍જ કપ યોજાશે. જેમાં સોની સમાજની ૧૨ ક્રિકેટ ટીમો ચોક્કા - છગ્‍ગાની રમઝટ બોલાવશે, ભુજ, બોટાદ અને ભાવનગરની ટીમો પણ ભાગ લઇ રી છે.

ફ્રેન્‍ક યંગ સ્‍ટર ગ્રુપ આયોજીત ઓપન સોની સમાજ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ વીકે વોરિયર્સ ચેલેનજ કપ માટે આયોજકો ધર્મેશભાઇ પાટડીયા, મોહિતભાઇ ફિચડીયા, મિલનભાઇ પારેખ અને જીતુભાઇ ફીચડીયાની રાહબરીમાં ક્રિકેટપ્રેમી યુવાનોની ટીમ તૈયારીઓને આખરી હોપ આપી રહી છે.સાંસદ રામભાઇ મોકરિયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ અને કોર્પોરેઠર વર્ષાબેન રાણપરા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ થશે.ગ્રીન ફિલ્‍ડ ગ્રાઉન્‍ડ, આદર્શ માર્બલ પહેલા, જામનગર રોડ ખાતે પાંચ દિવસીય યોજાનાર વીકે વોરિયર્સ ચેલેન્‍જ કપને સફળ બનાવવા વિપુલ પારેખ, હાર્દિક રાણપરા, હિરેન ધકાણ, રાજુ ફીચડીયા, સંજય રાણપરા, જુગલ રાધાનપુરા, નિકુંજ પારેખ, ઉર્વીશ પારેખ, જીગ્નેશ રાણપરા, હિરેન ધકાણ, જમન રાણપરા અને તેજસ પાટડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)(૪૧.૮

(3:08 PM IST)