News of Saturday, 3rd January 2026
બાલભવનમાં વાર્તા કથન સ્પર્ધા : ભુલકાઓ દ્વારા ધાર્મિક-પૌરાણીક વાર્તાઓ રજૂ

રાજકોટ બાલભવનમાં આયોજીત વાર્તા કથન સ્પર્ધામાં બાળકોએ ધાર્મિક તથા પૌરાણિક વાર્તાઓ રજૂ કરતા વાલી દર્શકોને અચરજ પમાડયા હતા. જેમાં ધો. ૧ થી પ માં રહેમતકૌર બાધાસિંધાણી - પ્રથમ, સિયા ગુજરાતી - દ્વિતિય, આરાધ્યા પોબારૂ - તૃતિય, મંથન સંગતાણી - ચતુર્થ અને વંશ લુહાર - પાંચમા સ્થાને વિજેતા જાહેર થયા હતા. જયારે ધો. ૬ થી ૧૦ માં નૈત્રી કમાણી - પ્રથમ, ફોતેમા મલ્કાની - દ્વિતીય, નાઝપરી મંડલ - તૃતીય, મનિષા બહાદુર - ચતુર્થ અને હેમાશ્રી વડગામા - પાંચમા સ્થાને વિજેતા થયા હતા. પ્રો. ડો. સંજયભાઇ કામદાર, હીનાબેન પોપટ, કમળાબેન ભાગ્યોદય અને બીંદીયાબેન અમલાણી સાથે બાલભવન રાજકોટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે નિર્ણાયકો નયનાબેન દવે તથા ફાલ્ગુનીબેન મજીઠીયાના હસ્તે વિજેતા બાળકોને ઇનામ, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સંચાલન માલાબેન રાઠોડ તથા ધર્મેન્દ્ર પંડયાએ કરેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(3:29 PM IST)










