<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

મનપામાં બજેટ તૈયારીનો ધમધમાટઃ અડધો- અડધ શાખા દ્વારા હિસાબ રજુઃ માસાંતે અંદાજપત્ર આપવાની શકયતા

વાઇબ્રન્‍ટ સમીટ વચ્‍ચે તંત્ર દ્વારા આવક- ખર્ચની વિગતો મંગાવાઇ

રાજકોટ તા.૩: નાણાકીય વર્ષ પુરૂ થવાના આડે બે-અઢી મહિનાનો સમય બાકી છે, ત્‍યારે મનપા દ્વારા બજેટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એકાઉન્‍ટ શાખા દ્વારા તમામ વિભાગોને આવક તથા ખર્ચની વિગતો આપવા જણાવી દેવામાં આવ્‍યું છે. આવતા અઠવાડીયે વાઇબ્રન્‍ટ સમીટ વચ્‍ચે પણ ૫૦ ટકા શાખાની વિગતો આવી પણ ગઇ છે. જાન્‍યુઆરીના અંતમાં બજેટ રજુ થાય તેવી સંભાવનાઓ છે. ચાલુ નાણાકીય વર્ષ અર્થાત ૨૦૨૫- ૨૦૨૬નું રૂ. ૩૧૧૮ કરોડનું બજેટ સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્‍યું છે. આ બજેટ ૨૦૦૦ કરોડ રૂપિયા આસપાસ સમેટાય જાય તે દેખાય રહ્યું છે. ચૂંટણી પછી ઠેલાશે તે વાત લગભગ ફાઈનલ જેવી મનાઈ રહી છે જેને ધ્‍યાનમાં રાખી એકાઉન્‍ટ વિભાગ દ્વારા બજેટ બનાવવા માટે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે. છેલ્લા એક સપ્તાહથી તમામ બ્રાન્‍ચ પાસે નવા નાણાકીય  વર્ષમાં થનારી આવક અને જાવકના આંકડાઓ મંગાવવામાં આવી રહ્યા છે. ૫૦% થી વધુ બ્રાન્‍ચોએ વિગતો આપી દીશું છે. જ્‍યારે અન્‍ય બ્રાન્‍ચોના અધિકારીઓ હાલ વાઇબ્રન્‍ટ રિજનલ કોન્‍ફરન્‍સની કામગીરીમાં વ્‍યસ્‍ત હોવાના કારણે હજી સુધી આવક જાવકના આંકડાઓ આપી શકયા નથી. ઉતરાયણ બાદ બજેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. સંભવતઃ૨૯ થી ૩૧  જાન્‍યુઆરી દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્‌ટ બજેટ રજૂ કરી દેવામાં આવશે. જેના પર સતત એક સપ્તાહ સુધી અભ્‍યાસ કર્યા બાદ સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા ૧૦ ફેબ્રુઆરી આસપાસ બજેટને મંજૂરીની મોહર મારી દેવામાં આવશે. ચૂંટણી વર્ષ હોય શાસકો દ્વારા બજેટમાં અનેક યોજનાઓનું ઉમેરો કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કોર્પોરેશન પાસે પોતીકી આવક એકમાત્ર ટેક્‍સની જ છે. છેલ્લા કેટલાક વર્ષથી હવે ટેક્‍સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. આવામાં આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં શહેરીજનો પર કરોડો રૂપિયાનો કરબોજ  લાદવાની દરખાસ્‍ત કરશે તે પણ લગભગ ફાઈનલ મનાય રહ્યું છે. બીજી તરફ ચૂંટણી વર્ષમાં શહેરીજનોની વાહ વાહી લૂંટવા માટે શાસકો એક ઝાટકે કરબોજની દરખાસ્‍ત ફગાવી દે તે પણ નિヘતિ જ જણાય રહ્યું છે. બજેટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આ ચૂંટણીને ધ્‍યાનમાં રાખી કેટલીક મહત્‍વપૂર્ણ યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષનું રૂ.૩૧૧૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્‍યું છે જોકે રિવાઇઝ બજેટમાં આ આંક ૨૦૦૦ કરોડ આસપાસ અટકી જાય તેવું હાલ દેખાય રહ્યું છે

(3:30 PM IST)